Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : બાળકોનાં ઓનલાઈન આર.ટી.ઇ. પ્રવેશ અંગે મૂળ નિવાસી સંધ દ્વારા ગાંધીનગર અગ્ર સચિવ (શિક્ષણ) ને આવેદનપત્ર ભરૂચ જીલ્લા કલેકટર મારફત અપાયું.

Share

મૂળ નિવાસી સંધ દ્વારા બાળકોનાં ઓનલાઈન આર.ટી.ઇ. પ્રવેશ અંગે અગ્ર સચિવ (શિક્ષણ) ગાંધીનગરને સંબોધીને ભરૂચ જીલ્લા કલેકટર દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ કોરોના કાળમાં સરકાર તરફથી બાળકોનાં શિક્ષણ અંગેનાં ઓનલાઈન ફોર્મ ભરવામાં આવ્યા હતા. પરંતુ કેટલાંક બાળકોનાં ફોર્મ અંગે યોગ્ય ચકાસણી કરી જે તે ક્ષતિઓ સુધારવા અંગે કચેરી તરફથી યોગ્ય સમય આપવામાં આવ્યો નથી. જો યોગ્ય સમય વાલીઓને આપવામાં આવ્યો હોત તો ફોર્મમાં રહેલ ક્ષતિઓ દૂર કરી શકાત. કોરોના કાળના સમયનાં કારણે ક્ષતિઓની પૂર્તતા ન થતાં ફોર્મ રદબાતલ થયેલ છે. ગરીબ પ્રજા કે જેમની પાસે નવી ટેકનોલોજી નથી તેમજ આર્થિક બાબતે પણ ક્ષમતા નથી આવી પરિસ્થિતિમાં યોગ્ય સમય મર્યાદામાં દસ્તાવેજ લાવી શકયા નથી એટલું જ નહીં પરંતુ તલાટીઓ પણ કોરોના કારણે હાલ પંચાયત ઓફિસમાં આવતા ન હોવાના કારણે સમસ્યા ઊભી થઈ છે. તે સાથે જે ફોર્મ ઓનલાઈન મંજૂર થઈ ગયા પછી પણ પાછળથી તેમાં ક્ષતિ કાઢવામાં આવી છે. સુધારા અંગેના દસ્તાવેજ માંગવામાં આવે છે તે યોગ્ય નથી. આ અંગે પૂરતો સમય આપવા વિનંતી કરવામાં આવી છે અને તેથી આર.ટી.ઇ. ની તારીખ લંબાવી આપવા મૂળ નિવાસી સંધનાં ઉપાધ્યક્ષ દ્વારા વિનંતી કરવામાં આવી છે. સદર આવેદનપત્રમાં મૂળ નિવાસી સંધનાં અધ્યક્ષ પરેશ મહેતા, ભિલિસ્થાન ટાઈગર સેનાનાં બિપિન મકવાણા. રાજેશ ચૌહાણ, નારાયણ વસાવા, કમલેશ પરમાર, વિરલ પ્રજાપતિ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લા પ્રશાસનને બાગાયતમાં ખેડૂતોની આવક વધારતી નવી પહેલ માટે એસ્પિરેશનલ જિલ્લાની શ્રેણીમાં પ્રતિષ્ઠિત સ્કોચ એવોર્ડ મળ્યો.

ProudOfGujarat

ઓસમ ડુંગર સૌરાષ્ટ્રમાં આવેલા રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ ગામ નજીક આવેલ જોવાલાયક સ્થળ છે. અહિંયા પ્રકૃતિ શિબિર પણ યોજવામાં આવે છે

ProudOfGujarat

રાજપીપળાની એમ.આર વિદ્યાલય ખાતે શિક્ષક દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!