દિનેશભાઇ અડવાણી
ભરૂચ તાલુકામાં આવેલ હિંગલા ગામ ખાતે ની આંગણવાડી ની બહેનો બાળકોને પૂરો નાસ્તો આપતા નથી તેથી આ બાબતે ભરૂચ તાલુકા પંચાયત ના બાળ વિકાસ અધિકારી ને જઈ રૂબરૂ મળીને રજૂઆત કરતા આ બનાવના આરોપીઓ સોહેબ મહમદ કેપ્ટન, મહમદ ઈબ્રાહીન કેપટન, અયુબ ઈબ્રાહીમ કેપટન, ઉર્વેશ યુનુસ કેપટન, રઇસ વલી કેપટન, નથુર ઈબ્રાહીમ કેપટન, રૂસાના મહમદ કેપટન, હમીદા ઐયુબ કેપટન તમામ રહેવાસી હિંગલા. તા . ભરૂચ તેમજ સોહેલ રહે નબીપુર ફરિયાદ હાજરબીબી અબ્દુલ મસ્જિદ મુસ્તફી સરપંચ ને એક સંપ થઇ માર માર્યો હોવાથી ફરિયાદ નબીપુર પોલીસ સ્ટેશન નોંધાવી હતી. વધુ તપાસ નબીપુર પો.સ્ટેશન કરી રહી છે.
જયારે આ અંગે ભરૂચ સીટી પોલીસ એડીવી ખાતે પણ ક્રોસ ફરિયાદ નોંધવામાં આવી હતી તેમાં ફરિયાદ સાહેબ મહમદ કાનજી રહે નબીપુર અબ્દુલ માનુહ દીવાન રહે હિંગલા તેમજ સઈદબાપૂ સાથે ફરિયાદ નોંધાવી હતી જેમાં ભરૂચ તાલુકા પંચાયત પાસે તા.૧/૮/૨૦૧૯ ના રોજ બપોરે અઢી કલાકે આરોપીએ ફરિયાદી ને ધાકધમકી આપી હોવાની વિગત દર્શાવાઈ છે.