શુધ્ધ અને ચોખ્ખી કાર્બનીક કેરી સ્વાસ્થય માટે અત્યંત ફાયદાકારક
ઝાડેશ્વરનાં ખેડૂતો નરેશ પટેલ ૮ વર્ષોથી ઓર્ગેનિક કેસર પકવે છે.
ઉનાળો આવે એટલે મહત્તમ પ્રજાજનો કેરીની શોધમાં લાગી જતાં હોય છે. જો કે સામાન્ય લોકોને જંતુનાશક દવા,ખાતર કે કલ્ટર જેવાં રસાયણોથી પકવેલી કેરી અને શુધ્ધ ઓર્ગેનિક કેરી વચ્ચે નો ફરક જણાતો નથી હોતો
ભરૂચનાં ઝાડેશ્વર ખેડૂત નરેશ પટેલ છેલ્લા ૮ વર્ષોથી ૨૨ વીંઘા જમીનમાં સંપૃણ શુધ્ધ ઓર્ગેનિક કેરીનો ફાલ લઈ રહ્યાં છે ૮ વર્ષથી ૭૫૦ જેટલાં આંબા પરથી તેઓ પ્રતિ વર્ષ ૧૫૦૦ થી ૨૦૦૦ મણ ઓર્ગેનિક કેસર કેરીનો પાક લે છે આ કેરીની ખાસિયત એ છે કે નરેશ પટેલ કેરી પકવવા માટે કોઈ પણ જાતની જંતુનાશક દવા ખાતરનો ઉપયોગ કરતાં નથી આ ઉપરાતં તેઓ ઓર્ગેનિક ખાતરનો પણ ઉપયોગ નથી કરતાં સૌથી આસ્ચર્યજનક બાબત એ છે કે આ કેરીનો ફાલ લેવા માટે તેઓ પાણી પર નથી વાપરતાં તેઓએ જણાવ્યું હતું કે બિનપિયત અર્થાત કોરાંટની જમીનમાં કેરીનો આ રીતે પાક લેવાય તો કેરીની મીઠાસ વધે છે. કેટલાંક લોકો કેરી જલ્દી મેળવવા માટે આંબાની આસપાસ કલ્ટર નામનું કેમિકલ છાંટે છે જેના લીધે કેરીનો ફાલ જલ્દી આવે છે અને કાચી કેરી ખરી પડવાથી સંખ્યા ઘટી જાય છે આથી ખેડૂતોને ઉપજ વધુ મળે છે અને જલ્દી મળે છે જો કે કલ્ટર કેમિકલથી આંબો ૫ થી ૬ વર્ષમાં સૂકાઈ જતો હોય છે વિચારવા જેવી બાબત એ છે કે કલ્ટર રસાયણ જો આંબાને સૂકવી નાખતું હોય તો એનાથી પાકેલી કેરી ખાનાર વ્યક્તિના આરોગ્યને કેટલું નુકશાન થતું હશે.
જંતુનાશક દવાઓ, ખાતર, કલ્ટર કે કાર્બાઈડથી મેળવલો કેરીનો ફાલ ગંભીર જોખમો આરોગ્ય માટે ઊભો કરે છે ત્યારે સંપૃણ રીતે શુધ્ધ એવી ઓર્ગેનિક કેસર કેરી જ લોકોએ આરોગવાનો આગ્રહ હોય છે હાલ વડોદરામાં આવી ઓર્ગેનિક કેસર કેરીનો ભાવ ૩ કિલોનાં ૫૦૦ રૂ. છે જયારે ભરૂચમાં એ જ કેરીનો ભાવ રૂ. ૨૪૦ માં ૩ કિલો મળે છે.
ઝડેશ્વરનાં નરેશ પટેલ ની કે પ્રયોગશીલ ખેડૂત છે અને ૮ વર્ષોથી તેઓ ઓર્ગેનિક કેસર કેરીનો પાક સફળતા પૃવક લઈ રહ્યાં છે. કેરીના રસિયાઓ પકવેલી કેરી વચ્ચે ફરક સમજતાં થાય અને આરોગ્યની જાળવણી સાથે કેરીની લિજ્જત માણતાં થાય એ માટેની જાગૃતિ આવશ્યક છે