ભરૂચ રેલ્વે સ્ટેશન ખાતે બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમાં પાસે જીલ્લા કોંગ્રેસે કર્ણાટક માં અલોકતાંત્રિક રીતે ભાજપ દ્વારા સરકાર બનાવવા ના પગલે વિરોધ પ્રદશન કરાયું હતું..

તાજેતરમાજ દક્ષિણ ભારત માં આવેલ કર્ણાટક માં રસાકસી ભર્યા માહોલ વચ્ચે વિધાનસભા ની ચૂંટણીઓ યોજવામાં આવી હતી…..જેમાં ચૂંટણીઓના પરિણામ બાદ થી સમગ્ર દેશ ભર માં કર્ણાટક વિધાનસભા માં સરકાર ક્યાં પક્ષ ની બનશે તે અંગે ભારે અસમંજસ ની સ્થતિ નું નિર્માણ થયું હતું….
તે સમગ્ર બાબતો વચ્ચે ભારતીય જનતા પાર્ટી એ યેદુરપ્પા ને સી એમ બનાવી સપથવિધિ કરી લેતા દેશ ના રાજકારણ માં ભારે ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો ..અને કોંગ્રેસ પક્ષ દ્વારા ભારતીય જનતા પાર્ટી ઉપર અલોકતાંત્રિક રીતે સરકાર બનાવી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા ………
જેના વિરોધ માં આજ રોજ બપોરે ભરૂચ ના રેલ્વે સ્ટેશન ખાતે આવેલ બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા પાસે ભરૂચ જીલ્લા કોંગ્રેસ ના કાર્યકરો એ ભેગા થઇ ભારે સૂત્રોચ્ચાર સાથે ચક્કાજામ કરી વિરોધપ્રદશન કર્યું હતું ….તો બીજી તરફ યેદુરપ્પા ના પોસ્ટરો સળગાવવા જતા પોલીસ અને કાર્યકરો વચ્ચે થોડું ઘર્ષણ પણ થયું હતું…