ભરૂચ નગર પાલિકાનું સીમાકન જાહેર થતા જ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.ભરૂચ નગરની વસ્તી કુલ 187793 ના આધારે સીમાકન કરવામાં આવ્યું છે. ભરૂચ નગરની કુલ વસ્તીને 11 વોર્ડમાં વિભાગમાં વિભાજીત કરવામાં આવી છે. 1 વોર્ડમાં 4 સભ્યો હોવાથી કુલ 44 સભ્યોનું નગરપાલિકાનું બોર્ડ બનશે. 1 વોર્ડ માં સરેરાશ 17072 વસ્તી લેવામાં આવી છે. જયારે 22 સ્ત્રી બેઠકો અનામત રાખવામાં આવી છે. અનામત બેઠક અંગે વધુ વિગતે જોતા અનુસૂચિત જાતિ માટે 2 બેઠકો અનામત છે, જે પૈકી 1 બેઠક સ્ત્રી અનામત રાખવામાં આવી છે. જયારે અનુસૂચિત આદિજાતિ માટે 5 બેઠક અનામતની જોગવાઈ કરવામાં આવી છે જેમાં પણ 3 બેઠકો સ્ત્રી માટે અનામત રાખવામાં આવી છે. જયારે પછાત વર્ગ માટે 4 બેઠક અનામત રખાઈ છે જેમાં પણ 2 બેઠક સ્ત્રી અનામત રખાઈ છે. આમ કુલ 27 અનામત બેઠકોની જોગવાઈ કરવામાં આવી છે. જયારે 17 બેઠકો સામાન્ય રાખવામાં આવી છે. વોર્ડ નં 1 માં 16,886 વસ્તી છે જેની 4 બેઠકો પૈકી પહેલી બે સામાન્ય છે ત્રીજી અનુસુચિત આદિજાતિ અને ચોથી સામાન્ય છે. વોર્ડ નં. 2 માં 20,332 વસ્તી છે જેની 4 બેઠકો જે પૈકી દરેક સામાન્ય છે. વોર્ડ નં.3 માં 16,320 વસ્તી છે જેમાં ચાર બેઠકો પૈકી પહેલી પછાતવર્ગ અને બીજી ત્રણ સામાન્ય છે. વોર્ડ નં.4 માં 16,143 વસ્તી છે જેમાં 4 બેઠકો પૈકી પહેલી અનુસુચિત જાતિ, બીજી સામાન્ય, ત્રીજી પછાતવર્ગ, ચોથી સામાન્ય છે. વોર્ડ નં. 5 માં 15,904 વસ્તી છે જેની 4 બેઠકો પૈકી દરેક બેઠકો સામાન્ય છે. વોર્ડ નં.6 માં 16,404 વસ્તી છે જેની 4 બેઠકો પૈકી પહેલી પછાતવર્ગ, બીજી સામાન્ય, ત્રીજી અનુસુચિત આદિજાતિ, ચોથી સામાન્ય છે. વોર્ડ નં.7 માં 17,969 વસ્તી છે જેની 4 બેઠકો પૈકી પહેલી અનુસુચિત આદિજાતિ, અને અન્ય ત્રણ સામાન્ય છે. વોર્ડ નં.8 માં 16,339 વસ્તી છે જેની 4 બેઠકો પૈકી પહેલી અનુસુચિત આદિજાતિ, બીજી સામાન્ય, ત્રીજી અનુસુચિત જાતિ, ચોથી સામાન્ય છે. વોર્ડ નં. 9 માં 15,663 વસ્તી છે. જેની 4 બેઠકો પૈકી પહેલી અનુસુચિત આદિજાતિ, બીજી સામાન્ય, ત્રીજી પછાતવર્ગ, ચોથી સામાન્ય છે. વોર્ડ નં.10 માં 17,687 વસ્તી છે જેની 4 બેઠકો જે દરેક સામાન્ય છે. વોર્ડ નં. 11 માં 17,546 વસ્તી છે જેની 4 બેઠકો જે દરેક સામાન્ય છે.
ભરૂચ નગર પાલિકાનું સીમાકન જાહેર થયુ વોર્ડ મુજબ જાણો પરિસ્થિતિ.
Advertisement