અકસ્માત સમયે કેટલી ઝડપથી દુર્ઘટના પર કાબૂ મેળવી શકાય એ માટે અવારનવાર ઔદ્યોગિક એકમોમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવતું હોય છે. બુધવારનાં રોજ પાનોલી સ્થિત શિવાન ઈન કોર્પોરેશનમાં ક્લોરિન ટોનરમાંથી ક્લોરિન લીકેજ અંગે મોકડ્રિલ યોજાઈ હતી.
તો દહેજની પાયલ પોલિપ્લાસ્ટ કંપનીમાં પણ આ જ પ્રકારની મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. દહેજ સ્થિત જી.એ.સી.એલ-દહેજ કોમ્પ્લેક્ષના હાઈડ્રોજન પેરોકસાઈડ પ્લાન્ટમાં ફેક્ટરી ઇન્સ્પેક્ટર દ્વારા આકસ્મિક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ આકસ્મિક સોલવંટની આગનાં ઓનસાઈટ રિહર્સલ અંગે પણ મોકડ્રીલ યોજાઇ હતી. આ મોકડ્રીલ દરમિયાન જી.એ.સી.એલ.કંપનીના યુનીટ હેડ ડી.સી.ઠાકુર, ઓકયુપાયર એચ.એચ.સલોટ, ફેક્ટરી મેનેજર આર.એસ.પાટીલ તથા સુરક્ષા અને પર્યાવરણનાં વડા એમ.બી.પટેલે તેમના સ્ટાફ સાથે હાજર રહીને કમૅચારીઓને મોકડ્રીલ દરમિયાન સુચનો આપેલ હતાં.
પ્લાન્ટનાં કમૅચારીઓએ, સુરક્ષા કમૅચારી, સિક્યુરિટી કમૅચારી, અગ્નિશમન કમૅચારી તથા પ્રાથમિક સારવાર વિભાગના દરેક કમૅચારીઓએ તેમની કામગીરી અંગે જરૂરી સલાહ સુચન સાથે પ્રસંક્ષા કરેલ હતી.
આ તમામ મોકડ્રીલ દરમ્યાન પી.એચ.પટેલ (જોઈન્ટ ડાયરેક્ટર સુરત/ વડોદરા), આર.પી.ઞાધી (હાઈજીનીસટ સુરત/ વડોદરા), એસ.સી.બામનીયા ( જોઈન્ટ ડાયરેક્ટર, સુરત) તથા એન.ડી.વાધેલા ( ડેપ્યુટી ડાયરેકટર, ભરૂચ) ની ઉપસ્થિતિમાં મોકડ્રિલ રીહૅસલ કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાની દહેજ તેમજ પાનોલી ઔદ્યોગિક વસાહતમાં બુધવારે ચાર જેટલી કંપનીઓમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.
Advertisement