તાજેતરમાં ભરૂચ જીલ્લામાં વહેતી નર્મદા નદીમાં રેલ આવી હતી. આ રેલમા ખેડૂતોને પારાવાર નુકસાન થયેલ છે ત્યારે અંકલેશ્વર મત વિસ્તારનાં ધારાસભ્ય અને મંત્રી ઈશ્વરસિંહ પટેલએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર લખી જણાવ્યુ હતું કે અંકલેશ્વર તાલુકામાંથી પસાર થતી નર્મદા નદીમાં ગોલ્ડન બ્રિજથી જૂના ધંતૂરિયા (કોયલી) સુધીના ગામો જેવા કે જૂના બોરભાઠા, સફરુદ્દીન, ખાલપિયા, તરિયા અને ધંતૂરિયામાં નર્મદા નદીમાં આ વર્ષે સરદાર સરોવર ડેમમાંથી એકસાથે 10 થી 12 લાખ કયુસેક પાણી છોડાતા આ પૂરનાં પાણીથી જમીનનું ધોવાણ થઈને નદીમાં ગરકાવ થઈ ગયેલ છે. જેમાં જૂના બોરભાઠા ગામનું સ્મશાન પણ નદીમાં ગરકાવ થઈ ગયેલ છે.તેમજ જૂના ધંતૂરિયા ગામનાં 70 % મકાનો ત્રણ વર્ષ પહેલા ગરકાવ થઈ ગયેલ છે. આ ઉપરાંત અન્ય ગામોમાં નુકસાન થયેલ છે. તેથી ભાડભૂત બેરેજ યોજના હેઠળ આવતા અંકલેશ્વર તરફનાં ડાબી બાજુનાં પૂર રક્ષણ પાળાની કામગીરી વહેલી તકે પૂર્ણ થાય જેથી આવનાર વર્ષોમાં આવું નુકસાન થતું અટકે જે અંગે યોગ્ય કરવા ધારાસભ્ય અને મંત્રી ઈશ્વરસિંહ પટેલએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર લખી જણાવ્યુ હતું.
ભરૂચ : તાજેતરમાં નર્મદા નદીમાં આવેલ રેલનાં કારણે થયેલ નુકસાન અંગે ધારાસભ્ય અને મંત્રી ઈશ્વરસિંહ પટેલએ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી.
Advertisement