એ.ટી.એમ. નો પાસવર્ડ ક્રેક કરી લાખો રૂપિયાની ઉઠાંતરી કરતી આંતર રાજય ગેંગના ઇસમોને એલ.સી.બી. પોલીસે ઝડપી પાડી હતી. આ અંગે વિગતે જોતાં તા. 4-3-2020 નાં રોજ ઝાડેશ્વર રોડ પર આવેલ ટાટા કોમ્યુનિકેશન પેમેન્ટ સોલ્યુશન લિમિટેડનાં બે એ.ટી.એમ. મશીનોમાંથી રૂ. 15 લાખ કરતાં વધુની રકમ ડાયલર નંબર ક્રેક કરી ઉઠાંતરી કરવામાં આવી હતી. આ બનાવ અંગે એલ.સી.બી. પોલીસએ સધન તપાસ કરતાં 1) રચપાલસિંગ બલદેવસિંગ 2) જસપાલસિંગ કૌરસિંગ રહે. પંજાબની અટક કરી હતી. જેમને સી ડિવિઝન પોલીસ મથક ખાતે નોંધાયેલ ગુના ઉપરાંત એ.ટી.એમ. મશીનમાંથી રૂપિયાની ઉઠાંતરી કરી હોય તેવા અન્ય ગુનાઓ પણ કબુલ કર્યા હતા. આરોપીઓની ગુનો કરવાની રીત રસમ જોતાં આરોપીઓ એ.ટી.એમ. મશીનનું ડાયલરનો પાસવર્ડ જાણી લેતા હતા તે અંગે તેઓ એ.ટી.એમ. નાં ડાયલર સાઈઝ મુજબ સેન્ટર ફિટ કરતાં હતા અને એ.ટી.એમ. માં પૈસા લોડીંગ કરવામાં આવે ત્યારે ફિટ કરેલ સેન્ટર પરથી તેનો પાસવર્ડ જાણી લેતા અને એમ કરીને એ.ટી.એમ. મશીનમાંથી પૈસાની ઉઠાંતરી કરતાં હતા. એલ.સી.બી. નાં પી.આઇ. અને તેમની ટીમે જીલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાનાં માર્ગદર્શન હેઠળ અને એલ.સી.બી. પી.આઇ. જે.એન. ઝાલાની સૂચના મુજબ કાર્યવાહી કરતાં બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. આરોપીઓએ ગુનો કબુલ કરેલ છે ત્યારે તેમની પાસેથી સ્વિફ્ટ કાર કિં.રૂ.3 લાખ અને મોબાઈલ કિં.રૂ. 10000 જપ્ત કરી પોલીસે વધુ તપાસનો આરંભ કરેલ છે.
ભરૂચ : એ.ટી.એમ. ડાયલરનો પાસવર્ડ ક્રેક કરી કરાયેલ ચોરીનો પર્દાફાશ… જાણો કેવી રીતે ?
Advertisement