આજરોજ ગુજરાત કલાવૃંદ દ્વ્રારા સંગીત સાથે જોડાયેલા કલાકારોને થોડી છૂટછાટ આપવામાં આવે તેવી માંગણી સાથે ભરૂચ જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ગુજરાત કલાવૃંદ અને ગુજરાતનાં દરેક ક્ષેત્રનાં કલાકારો જયારે પણ સમાજ કે સરકારને જરૂર પડી છે ત્યારે કલાકારોએ તેમનું પ્રદાન આપ્યું છે. કોવિડ-19 ની કપરી પરિસ્થિતીમાં છેલ્લા છ માસથી કલાકારોનાં પ્રોગ્રામ બંધ થઈ ગયા છે જેના પગલે કલાકારોની રોજીરોટી બંધ થઈ ગઈ છે. કેન્દ્ર સરકાર અને રાજય સરકારની ગાઈડલાઇન મુજબ દરેક વ્યવસાય રાબેતા મુજબ શરૂ થાય તે માટે અનલોકડાઉન કરવામાં આવ્યું છે તેથી કલાકારો અંગે પણ વિચાર કરવો જોઈએ. ભરૂચ જીલ્લાનાં કલાકારો સાથે લાઇટ, સાઉન્ડ, મંડપ, વિડિયોગ્રાફર, ફોટોગ્રાફરને પણ આજીવિકા મળી રહે તે મુજબનાં કાર્યક્રમો શરૂ થવા જોઈએ જેથી 2000 લોકોનો રોજગાર શરૂ થઈ શકે. ત્યારે કાર્યક્રમો અંગે મંજૂરી આપવા અને નવરાત્રિનાં આયોજન અંગે પણ વધુ ખેલૈયાઓ ઉપસ્થિત રહી શકે તેવી પરવાનગી આપવા વિનંતી કરવામાં આવી છે.
ભરૂચનાં સંગીત તેમજ કલાક્ષેત્રે જોડાયેલા કલાકારો દ્વારા પોતાની માંગણી દર્શાવતુ આવેદનપત્ર જીલ્લા કલેકટરને આપવામાં આવ્યું.
Advertisement