ભરૂચ પંથકમાં ઠેરઠેર પશુઓ અડિંગો જમાવીને બેઠા હોય છે ત્યારે કેટલીકવાર પશુઓ પણ ગુસ્સામાં ભરાય જાય છે તેથી અવનવા દ્રશ્યો ખડા થાય છે. જેના પગલે લોકોમાં ભયનું વાતાવરણ ફેલાય જાય છે. ભરૂચમાં વધી રહેલા રખડતા પશુઓના ત્રાસના કારણે શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠયાં છે. ભરૂચ નગર એક એવું નગર છે જ્યાં કુતરાઓ પણ દોડે અને સાથે સાથે ગાય ભેંસ જેવા પશુઓ શિંગડા પણ મારે તેમ છતાં કોઈના પેટનું પાણી ન હલે જેને વાગે તેને જ તકલીફ થાય. રખડતા પશુઓને ઝડપી પાડવા અને તેને પાંજરાપોળ છોડવા માટે કોન્ટ્રાકટ શું કરે છે તે અને નગરપાલિકા જાણે. પરંતુ આજે ભરૂચ નગરનાં શક્તિનાથ વિસ્તારમાં લોકોએ જોયું કે બે આંખલાઓ સામસામે યુદ્ધ કરી રહ્યા હતા. યુદ્ધ કરી રહેલા આ આંખલાનો જંગ લાંબા સમય સુધી ચાલ્યો હતો. આંખલાઓને લડતા જોવા માટે લોકોના ટોળાં ભેગા થયા હતા.
Advertisement