Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : પાલેજમાં પ્રદુષણ ફેલાવતી કંપનીઓ વિરુદ્ધ ભરૂચ જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.

Share

પાલેજનાં રહેણાંક વિસ્તાર ઉપર ગમે ત્યારે ફેલાતું અસહ્ય પ્રદુષણને લઈ ગ્રામજનોમાં ભારે આક્રોશ વ્યાપી જતા સોમવારનાં રોજ ભરૂચ કલેક્ટરને લેખિતમાં આવેદનપત્ર પાઠવી આવી કંપનીઓ વિરુદ્ધ તાત્કાલિક અસરથી પગલાં ભરવા માંગ કરવામાં આવી હતી. જી.આઈ.ડી.સી ની સ્થાપનાથી લઈ પ્રદુષણ વચ્ચે પાલેજની લગભગ ચોથી પેઢી ઉછરી રહી છે.દાયકાઓ જૂની પાલેજ નગરની પ્રદુષણ સમસ્યા આજ સુધી કોઈ મોટા નેતાએ ધ્યાને નહીં લઇ કંપનીઓ સાથે સાંઠગાંઠ કરી પાલેજની પંદર હજાર ઉપરાંતની જનતા તેમજ આસપાસના ગામના ખેડૂતો સાથે અન્યાય કરી પોતાના જ રોટલા શેકયા છે ? હવે જ્યારે પ્રજામાં થોડી એવી જાગૃતા જોવા મળી રહી છે ત્યારે આવા બની બેઠેલા નેતાઓના પગ નીચેથી જમીન ખસી જવા પામી છે. તેમજ સમગ્ર મામલાને થાળે પાડવા હવામાં હાથ મારી રહ્યાનું જાણવા મળી રહ્યું છે. ગુરુવારના રોજ પાલેજમાં પ્રદુષણ ફેલાવતી કંપનીઓ સામે પ્રચંડ વિરોધ વચ્ચે કલેકટર ભરૂચને આવેદનપત્ર પાઠવી પાલેજ ખાતે આવેલી જાણીતી કંપનીઓ દ્વારા હવામાં ફેલાવવામાં આવતા પ્રદૂષણના વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. કલેક્ટરને પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં પાલેજની ફિલિપ્સ કાર્બન ફેક્ટરી, ક્રિશ્ના રબર, આર.કે રિકલેમ, વીંટેક્સ રબર જેવી પ્રદુષણ ફેલાવતી કંપનીઓને તાત્કાલિક અસરથી બંધ કરવા માંગણી કરાઇ હતી. પાલેજમાં ગત ગુરૂવારના રોજ કાર્બન કંપનીમાંથી છોડવામાં આવેલા પ્રદુષણે સમગ્ર પાલેજને ભરડામાં લીધો હતો જેના પગલે વાહનો,કપડાં,મકાનના ધાબાઓ તેમજ લોકોના હાથ પગ કાળા થઈ જવા પામ્યા હતા. જેના પગલે હવે ક્યાં સુધી આવા પ્રદુષણમાં જીવવાનું ? એવા કકળાટ સાથે ગૃહિણીઓ ઘરની બહાર આવી જવા પામી હતી. આવેદનપત્ર પાઠવનારા આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોરાના જેવી મહામારી ના સમયમાં લોકો શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે એવામાં કાર્બનનું પ્રદુષણ ગામના લોકોના સ્વાસ્થ્ય સાથે એક પકારની રમત જેવું લાગી રહ્યું છે વળી પર્યાવરણ અને પ્રકૃતિના ભોગે કંપની ન ચલાવી શકાય જેથી ફેક્ટરી તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે એમ આવેદન પત્રમાં માંગણી કરાઇ હતી. એક સમયે પાલેજનો ૧૦ કી. મી વિસ્તાર ગુણવત્તા સભણ કપાસના ઉત્પાદન માટે જાણીતો હતો પરંતુ આવી કંપનીઓના પ્રદૂષણના ત્રાસથી ખેડૂતોની કમર તૂટી જતા કપાસના ઉત્પાદનમાં ખૂબ મોટો ઘટાડો જોવા મળ્યો છે જેના પગલે અનેક લોકોએ પોતાની રોજગારી ગુમાવી પડી રહી છે. વારંવાર કંપનીઓ દ્વારા મન ફાવે એમ માત્રામાં પ્રદુષણનો મારો પાલેજ નગર ઉપર ચલાવવમાં આવી રહ્યો છે અને ત્યારબાદ તેમના મળતિયાઓ મારફતે વિરોધ કરનારાઓને ધમકીઓ આપવામાં આવે છે. પાલેજમાં પ્રદુષણ ફેલાવતી કંપનીઓ સામે તંત્ર દ્વારા જો કોઈ ન પગલાં ભરવામાં નહીં આવે તો હવે ગુજરાત હાઇકોર્ટમાં પી.આઇ.એલ દાખલ કરવામાં આવશે એમ ચિમકી ઉચ્ચારવામાં આવી રહી છે.આ ઉપરાંત આવેદનપત્રમાં કંપની વિરુદ્ધ તારા બંધી, લોક ડાઉનલોડ જેવા આંદોલન ચાલુ કરવા આવેદનપત્રમાં જણાવ્યું હતું. કલેકટરશ્રીને આવેદનપત્ર પાઠવવા જમીયતે ઉલેમાં એ હિંદનાં સેક્રેટરી શ્રી અબ્દુલ કૈયુમ પટેલ, કામદાર એકતા સેના ઉપ.પ્રમુખ ગુજરાત પ્રદેશનાં રાણા જસદેવ સિંહ દલપતસિંહ તેમજ મોટી સંખ્યામાં પાલેજનાં યુવાનો જોડાયા હતાં.

ઇમરાન ઐયુબ મોદી- પાલેજ

Advertisement

Share

Related posts

પંચમહાલ : શહેરા તાલુકા સંભાલી સહિત અનેક ગામોમાં ચુડવેલના જીવાતના ઉપદ્રવથી લોકો હેરાન પરેશાન.

ProudOfGujarat

ગોધરા બી.આર.જી.એફ. ભવન ખાતે રાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો.

ProudOfGujarat

માંગરોળ : બોરસદ દેગડીયાના કોંગ્રેસી સરપંચ અને વડ, ગામના આગેવાનો ભાજપમાં જોડાતા ખેસ પહેરાવી આવકાર્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!