Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર નોવર્સ હોટલ સામે થયેલ અકસ્માતમાં પોલીસ કર્મચારીનાં પુત્રનું મોત નીપજયું.

Share

ભરૂચ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલ નોવર્સ હોટલ સામે અકસ્માતનાં બનાવમાં એક પોલીસ કર્મચારીનાં પુત્રનું મોત નીપજયાં હોવાનો બનાવ બન્યો હતો. આ અંગેની વિગતો જોતાં સી ડીવીઝન પોલીસ સુત્રોનાં જણાવ્યા અનુસાર અને ઈશ્વર અંબાલાલ પટેલની ફરિયાદ મુજબ તેઓ અંકલેશ્વર ટ્રાફિક સ્કોર્ડમાં એ.એસ.આઇ. તરીકે ફરજ બજાવે છે. તેમનો મોટો દીકરો ભાવિન ઉં.26 તેના મિત્ર હર્ષ હેમંતભાઈ પટેલ રહે. હાજીખાના બજાર, ભરૂચ નાઓ આ બંને જણ મોટરસાઇકલ પર વડોદરા ગયા હતા ત્યાંથી પરત ફરતા મોટરસાયકલ હર્ષ પટેલ ચલાવી રહ્યો હતો ત્યારે ભાવિન પાછળની સીટ પર બેઠો હતો તેવામાં ચાલુ ગાડીએ ભાવિન પડી જતાં પાછળથી આવતી ફોરવ્હીલ ગાડીની અડફેટે આવતા ભાવિનને ગંભીર ઇજા પહોંચવાથી તેનુ ઘટના સ્થળે મોત નીપજયું હતું. બનાવની તપાસ સી ડીવીઝન પોલીસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરનાં ભરણ ગામ ખાતે એક ખેત મજૂરના બાળક પર દીપડાએ હુમલો કરતાં સારવાર દરમિયાન મોત થયું.

ProudOfGujarat

નડિયાદના હિન્દુ અનાથ આશ્રમમાં ૫૬૩ મી આશ્રીત દિકરીના લગ્ન યોજાયા

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકા ખાતે સામાન્ય સભામાં વિવિધ મુદ્દે સત્તાપક્ષ અને વિપક્ષ આમને સામને આવતા વિકાસ ના દેખાતા વિરોધ પક્ષ દૂરબીન લઈને વિકાસ જોવા નીકળ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!