Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ધોળે દિવસે પાંચબત્તી વિસ્તારમાં જવેલર્સમાં લૂંટ વિથ ફાયરિંગની ઘટના બનતા ખળભળાટ, ફાયરિંગમાં બે લોકો થયા ઇજાગ્રસ્ત.

Share

ભરૂચ શહેરનાં પાંચબત્તી વિસ્તારમાં આજે બપોરનાં સમયે અંબિકા જવેલર્સમાં 4 જેટલા લૂંટારુઓ ત્રાટકી લૂંટ ચલાવી બાદમાં 3 થી 4 રાઉન્ડ ફાયરિંગની ઘટનાને અંજામ આપી ફરાર થતા ભારે ચકચાર મચી હતી.

લૂંટારુઓએ સોનાની ચેન જોવાના બહાને ચેન લઇ ભાગવા જતા નોકરો અને માલિકે રોકવા જતા તેઓ ઉપર ફાયરિંગની ઘટનાને અંજામ આપી મોટરસાયકલ લઇ ફરાર થયા હતા. ઘટનામાં દુકાનના માલિક અને પિતરાઈ ભાઈઓ મહેશ કુમાર સોની, ઉં. 38 રહે -સુંદરમ રેસિડેન્ટ અને નિખિલ મનહર સોની ઉં.32 રહે. આર કે રેસિડેન્સીનાઓ ઘાયલ થતા તેઓને પ્રથમ ભરૂચ સિવિલ ત્યારબાદ શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, ઉલ્લેખનીય છે કે ભરૂચમાં ગુનેગારો હવે એટલી હદે બેફામ બની ગયા છે કે ભરૂચ માટે ફાયરિંગ જેવી બાબતો હવે સામાન્ય બનતી જતી હોય તેમ એક બાદ એક ઘટનાઓ બની રહી છે, જે બાબત પણ ચિંતા જગાવે તેમ છે. હાલ સમગ્ર મામલે ભરૂચ પોલીસની અલગ અલગ ટીમોએ ફરાર લૂંટારુઓની નાકાબંધી કરી શોધખોળ શરૂ કરી છે, સાથે જ અલગ અલગ સ્થળના સીસીટીવી ફૂટેજની મદદ પણ લેવામાં આવી રહી છે, અને વહેલી તકે આરોપીઓ પોલીસ પકડમાં આવી જશે તેમ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્ર સિંહ ચુડાસમાએ જણાવ્યું હતું.

Advertisement

Share

Related posts

અરવલ્લી : મોડાસાની પારસ સોસાયટીના બંધ મકાનમાં તસ્કરોએ 1.50 લાખની ચોરીને અંજામ આપ્યો, ચડ્ડી બનિયાનધારી ગેંગનો આતંક

ProudOfGujarat

ભરૂચ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ ૩ ઉપર ચાલુ ટ્રેને કૂદી પડતા યુવાન ઘાયલ ….

ProudOfGujarat

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી નદીઓમાં પુર- મુશળધાર મેઘવર્ષાને લઇને જનજીવન અસ્તવ્યસ્ત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!