Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લાનાં ઝધડીયા, અંકલેશ્વર તાલુકાનાં નર્મદા નદીનાં કિનારાની નજીક રહેતા ગામનાં લોકોએ ભરૂચ જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી પોતાની સમસ્યા જણાવી જાણો કઈ ?

Share

ભરૂચ જીલ્લાનાં નર્મદા નદીનાં કિનારે આવેલ ઝધડીયા, અંકલેશ્વર તાલુકાનાં નર્મદા કિનારાની નજીક રહેતા ગામોનાં રહીશોએ ભરૂચ જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ અતિ ભારે વરસાદ અને નર્મદા નદીમાં આવેલ ભયંકર પૂરનાં પગલે સતત બીજા વર્ષે પણ નદી કિનારે વસતા અને ખેતી કરી જીવન નિર્વાહ કરતાં લોકોની તકલીફોમાં વધારો થયો છે. જેથી આ ગામનાં લોકોએ આવેદનપત્ર દ્વારા વિવિધ માંગણીઓ કરી છે. જેમાં જણાવાયું છે કે દરિયા નજીક વિસ્તાર હોવાથી પૂરનાં પાણીનો ભરાવો વધારે થાય છે તેથી સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવાનું મેનેજમેન્ટ ભરૂચ, ઝધડીયા, અંકલેશ્વર તાલુકાનાં નદી કિનારનાં ગામોને ધ્યાનમાં લઈ કરવું, તેમજ પૂરની સમસ્યા વધી છે ત્યારે પૂરનાં પાણી ઝડપથી અને પૂરેપૂરા ઓસરી જાય તે માટે કુદરતી કાંસો, ખાડી-કોતરોની સાફ સફાઈ તેમજ ઊંડાઈ કરવા માંગ કરાય છે. આ ઉપરાંત ધંતુરીયાથી ઝધડીયા મઢી સુધી દક્ષિણ કિનારે હજારો એકર ફળદ્રુપ જમીનોનું ધોવાણ થાય છે. જે અંગે સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ રબ્બર તારની નેટનું પિચિંગ કામ કરવું, ધોવાણ થયેલ જમીનનું વળતર આપવું તેમજ પૂરનાં થયેલ નુકસાન અંગે સહાય કરવી. વર્ષ 2019 માં નર્મદા નદીમાં પૂરનાં પાણી 35 ફૂટ આવેલા હતા ત્યારે થયેલ નુકસાન અંગે કોઈ સહાય હજી સુધી મળી નથી. આ વર્ષે પૂરનાં પાણીથી ખેતી વિષયક વીજ લાઈનને પણ નુકસાન થયેલ છે. જે અંગે યોગ્ય કરવા સાથે ખેડૂતોનું નુકસાન અને સરકારી લેણું અને બેન્કનું લેણું માફ કરવા વિનંતી કરેલ છે. ભરૂચ જીલ્લામાં આવેલ વિવિધ કોતરોમાં અંકલેશ્વર અને અન્ય GIDC દ્વારા પાણી છોડવામાં આવે છે આ પાણીમાં કેમિકલ હોવાથી ખેતરની જમીનને પારાવાર નુકસાન થાય છે. આ સમસ્યા દૂર કરવા રજૂઆત કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

લીંબડીનાં નવા બસ સ્ટેન્ડમાં રૂ. 4 લાખ ભરેલ બેગની ચોરી, ચોર સી.સી.ટી.વી કેમેરામાં કેદ…

ProudOfGujarat

માંગરોળ તાલુકાનાં વહીવટી તંત્ર દ્વારા વાંકલ મૈસુરીયા સમાજનાં દરેક ઘરોમાં અનાજ કીટનું વિતરણ કરાયું.

ProudOfGujarat

ઓલ ઈન્ડિયા ઈનડીપેડન્સ કપ ૨૦૨૩ ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં રાજ્યના ખેલાડીઓનો દબદબો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!