ભરૂચ સી ડિવિઝન પોલીસ મથક ખાતે તારીખ.31-08-2020 ના રોજ સાઇબર ક્રાઇમમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેની તપાસ દરમિયાન સી ડિવિઝન પોલીસ લાખો રૂપિયાની છેતરપિંડી દ્વારા કરતી ગેંગને ઝડપી પાડી હતી. આ અંગેની વિગતો જોતા ભરૂચ ધર્મનગર ખાતે રહેતા રામકુમાર શર્મા રહે.ધર્મનગર એ સી ડિવિઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી. કે તેમના બહેનના ફોન પે એપ્લિકેશન માં કોઈ અજાણ્યા ઈસમોએ નાણાકીય થગાઈ કરવાના ઈરાદે તેમ પૈસા જીતેલા છે જો મેળવવા કલીક કરો એવી લોભામણી ફેક લિંક મોકલી હતી upi પીન નંબર એન્ટર કરતા SBI બેન્ક એકાઉન્ટ માંથી રૂપિયા ૨૭૦૮ પે. ટી.એમ એકાઉન્ટ માં ડેબીટ કરી ગુનો કર્યો હતો. જે અંગે સી ડિવિઝન પોલીસ તપાસ કરતા ટેકનિકલ એવીડન્સ મેળવ્યા હતા જેમાં જાણકારી મળી હતી કે આરોપી મિલન સુરાણી પોતાના લેપટોપમાં સ્કેચ એન્ડ વીન નામની લોભામણી ફેક લિંક બનાવી તેમને મોબાઈલ ગ્રાહકના નોટિફિકેશન મોકલી મેસેજ કરી ઓનલાઈન ફ્રોડ કરી ડમી પોતાના ફોન-પે એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી મિત્રોને બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરતો હતો. જેને આધારે આરોપી પ્રતિક ઘડુક રહે.સુરત મૂળ રહે.જિલ્લા અમરોલી નાખ ગજેરા રહેતા સુરત મૂળ રહી જીલ્લા અમરેલી પીયુસ ગજેરા રહે.સુરત મુળ રહે ભાવનગરના રવિ પટોડીયા રહે સુરત મૂળ જુનાગઢ ને આટક કરવામાં આવી હતી આરોપી મિલન અને વિવેક વરસાણી રહે રાજકોટ ના નામ પણ તપાસ દરમિયાન ખુલતા તેમ તેમની પાસેથી રોકડા રૂપિયા નવ લાખ ૬૦ હજાર પૈસા ગણવાનું મશીન ,લેપટોપ, મોબાઈલ ફોન, 48 સીમકાર્ડ કબ્જે કરવામાં આવ્યા છે. તેમજ ગુનામાં વપરાયેલા swift કાર કબજે કરવામાં આવી છે. આ અંગે કામગીરી મા સી ડિવિઝન પી.આઈ ડી.પી.ઉનડકટ, સાઈબર ટીમના પી.એસ.આઇ અનિલ ચૌહાણ વગેરે કામગીરી કરી હતી.
ફેક લીંક મોકલી બેંક એકાઉન્ટમાંથી ઓનલાઇન પૈસા ઉપાડી સાઈબર ફ્રોડ કરતી ગેંગને ઝડપી પાડતી ભરૂચ સી ડિવિઝન પોલીસ
Advertisement