Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : શિક્ષક દીન નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ કાર્યક્રમ કે.જી.એમ હાઈસ્કુલ ઝાડેશ્વર ખાતે યોજવામાં આવ્યો.

Share

આજે તા. 5 સપ્ટેમ્બર નાં દિવસે ભરૂચ જીલ્લામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ જીલ્લામાં શિક્ષણ ક્ષેત્રે ગૌરવ અપાવનાર શિક્ષકનું સન્માન ગુજરાત રાજ્યના હાથશાળ હસ્ત કલા નિગમનાં અધ્યક્ષ શ્રી શંકરભાઈ દલવાડીની અધ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમમાં કરવામાં આવ્યું હતું. કે.જી.એમ હાઈસ્કુલ ઝાડેશ્વર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પ્રાથમિક વિભાગમાં મહેશ પટેલ પ્રાથમિક શાળા મંગલેશ્વર, ગિરીશ યાદવ પ્રાથમિક શાળા
કવિઠા, સંકેત કુમાર ભોજક પ્રાથમિક શાળા રણાંદા, મહાવીરસિંહ બલદેવસિંહ ચુડાસમા પ્રાથમિક શાળા ચીદ્રા, જયારે જિલ્લા કક્ષામાં સુષ્માબેન ભાટિયા પ્રાથમિક શાળા દુબોરિદ્રા અને રેખાબેન મકવાણા પ્રાથમિક શાળા સુથોદ્રા તેમજ જિલ્લા કક્ષા માધ્યમિક વિભાગનાં શિક્ષક ચીમનભાઈ પરમાર નારાયણ વિદ્યાલય ભરૂચ જયારે રાજય કક્ષાનાં એવોર્ડ હરેન્દ્રસિંહ સિંધા બી.એચ મોદી વિદ્યામંદિર ભરૂચનું સન્માન કરવામાં આવ્યું હતું. જયારે મૂળ ટંકારીયાનાં રહેવાસી પ્રાથમિક મિશ્ર શાળા સૂડી ખાતે પ્રાથમિક શિક્ષકની ફરજ બજાવતા મહંમદ રફીક ઇબ્રાહિમ અબલીને રાજય સ્તરનો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકામાં ત્રણ અલગ-અલગ અકસ્માતમાં એકને ઇજા, બે નાં મોત.

ProudOfGujarat

માંગરોળ : વકરી રહેલી કોરોના મહામારીને કાબૂમાં લેવા વાંકલ ગામમાં તા. 21 થી 25 સુધી સ્વૈચ્છિક લોકડાઉન કરાયું.

ProudOfGujarat

ઉમરપાડા ખાતે શિક્ષિત બેરોજગારીના પ્રશ્નો બેકારી ભથ્થાની માંગ બાબતે ઉમરપાડા કોંગ્રેસ સમિતિએ આવેદનપત્ર આપી વિરોધ કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!