Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જિલ્લામાં ચાલી રહેલી પૂરની પરિસ્થિતિ અંગે અહમદભાઈ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખી ધ્યાન કેન્દ્રીત કરી ચિંતા વ્યક્ત કરી.

Share

સરદાર સરોવર ડેમના નબળા વહીવટના કારણે ભરૂચ જીલ્લામાં પુર આવ્યું. 29 મીઓગસ્ટથી 1 લી સપ્ટેમ્બરની વચ્ચે સરદાર સરોવર ડેમના સંચાલકોએ સ્પીલ વે દ્વારા લગભગ 30000 ક્યુસેક પાણી છોડ્યું જેને કારણે ગરુડેશ્વર, ચાંદોદથી ભરૂચ સુધી નીચાણ વાસમાં મોટા પ્રમાણમાં પૂર આવ્યું હતું. સરદાર સરોવર ડેમમાંથી ઉલ્લેખનીય તારીખોમાં ભાગ્યે જ કોઈ પાણી છોડાયું હતું. કારણ કે 26 મી ઓગસ્ટ, 2020 સુધીમાં આ વિસ્તારમાં ભારે વરસાદ થવાની સંભાવનાની માહિતી અગાઉથી જ હોવાથી આ પાણીના ઉછાળામાં આ અસાધારણ વૃદ્ધિ સંપૂર્ણપણે ટાળી શકાય તેમ હતી. તેમ છતાં કોઈ ગંભીરતાથી ચેતવણી લેવાઈ નહી. આ અત્યંત ચિંતાજનક બાબત છે. નર્મદાના પાણીમાં વધારો થશે તેનાથી ગુજરાત સરકારને કેન્દ્રીય જળ પંચે માહિતગાર કયુઁ હતું. જળસ્તરમાં વધારો થવાની કેન્દ્રીય જળ પંચ દ્વારા સ્પષ્ટ સલાહ આપવામાં આવી હતી. કમનસીબે પૂર્વ મળેલી માહિતીનો ઉપયોગ કરવાને બદલે સરદાર સરોવર ડેમ ઓપરેટરોએ બિનઆયોજિત રીતે અને ટૂંકા ગાળામાં મોટા પ્રમાણમાં પાણી છોડ્યું.આનાથી જનજીવન અને સંપત્તિને જ મોટું નુકસાન થયું અને સાથે પાણીનો બગાડ પણ થયો છે. મારા મતે સરદાર સરોવર ડેમના સંચાલનના ભાગમાં આ ગંભીર ગેરવહીવટની ચુક થઈ છે. હું તમને વિનંતી કરું છું કે આ માનવ સજીઁત કટોકટી સર્જાઈ છે તેની જવાબદારી સુનિશ્ચિત કરો અને ભવિષ્યમાં સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા અગાઉથી ચેતવણી જાહેર કરવી જોઈએ અને ડેટા કેવી રીતે નિયંત્રિત કરવામાં આવે છે તેના પર પારદર્શિતા અને નિખાલસતા લાવવા માટે પૂરતા પગલાં લેવા જોઈએ. રાજ્ય સરકાર દ્વારા આ કૃત્રિમ પૂરને કારણે અસરગ્રસ્ત તમામ લોકોને પૂરતા વળતર મળે અને રાહતની ખાતરી આપવી જોઇએ. સરદાર સરોવર ડેમએ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ છે અને પંડિત નહેરુએ શરૂઆતથી – આ પ્રોજેક્ટને સાકાર કરવા માટે અથાર્ગ મહેનત કરી હતી. હું સરકાર પાસે આશા રાખું છું કે આવનાર સમયમાં જવાબદારીપૂર્વક અને યોગ્ય રીતે સંચાલિત થશે.

Advertisement

Share

Related posts

ભરૂચ જીઈબી કચેરી ખાતે લોકોનો હલ્લો, કાળઝાર ગરમી વચ્ચે લાઈટો ડૂલ થતા લોકોમાં આક્રોશ

ProudOfGujarat

ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે “ગુર્જરી હસ્તકલા હાટ” ને ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ રિબીન કાપી ખુલ્લુ મૂક્યુ

ProudOfGujarat

ખેલ મહાકુંભ ૨૦૧૯ નો આરંભ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!