ભારે વરસાદનાં પગલે અને અન્ય કારણોસર રસ્તા પર ઊંડા ખાડા પડી ગયા છે. જેના પગલે અકસ્માતનાં બનાવો વધી ગયા છે. અકસ્માતનાં બનાવો વધતાં અકસ્માતથી ઇજા અને મોતનાં બનાવો પણ વધી ગયા છે. ત્યારે પોલીસતંત્ર દ્વારા આ અકસ્માત અંગે વિશ્લેષણ કરવામાં આવ્યું છે. વિશ્લેષણમાં એવું તારણ આવેલ છે કે અકસ્માતો મોટરસાઇકલ સવારને વધુ થાય છે. જે અંગેનું મુખ્ય કારણ રસ્તા પર ખાડા હોવાથી મોટરસાઇકલ સવારો પોતાની મોટરસાઇકલ ખાડામાં પડવાથી બચવા અંગે પ્રયાસ કરતાં અકસ્માતનાં બનાવો વધે છે તેથી પોલીસતંત્ર દ્વારા એવી પણ સલાહ આપવામાં આવી છે કે મોટરસાઇકલ સવારોએ હેલ્મેટ પહેરવું જેથી માથાનાં ભાગે થતી ઇજા ન થાય જયારે મોટર કાર સવારોએ સીટ બેલ્ટ બાંધવો જેથી મોટરકારનાં ડ્રાઇવરને ઇજા ન થાય. પોલીસતંત્રની આવી સલાહ સાથે તંત્ર દ્વારા ખાડા પૂરવામાં આવે તે પણ એટલું જ મહત્વનું છે.
Advertisement