અત્રેના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે આજ રોજ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર, ભરૂચ જીલ્લા આયોજિત વિરાટ પુસ્તક મેળાનો દીપ પ્રગટાવી ઉદઘાટન કરતા ગાયત્રી તપોભૂમિ, મથુરાના વ્યવસ્થાપક ઈશ્વર શરણ પાંડેજીએ ઉપસ્થિત ગાયત્રી પરિજનોને સંબોધતા જણાવ્યું હતું કે ગુરૂદેવ શ્રી રામ શર્મા આચાર્યના વિચારોને જન જન સુધી પહોંચાડવા એ આજનો ધર્મ છે.
આજ રોજ પુસ્તક મેળાને ખુલ્લો મુકતા પોતાના આશીર્વચન પાઠવતા ઈશ્વર શરણજી પાંડેએ જણાવ્યું હતું કે આ પુસ્તકમાં ગુરૂદેવ અને માતાજીના દર્શન થશે.
યુગ શક્તિ ગાયત્રી, મથુરાના સહસંપાદક ઘનશ્યામભાઈ પટેલે જણાવ્યું હતું કે, અંધકારમય જીવનને પ્રકાશમય બનાવવાનું છે
જીલ્લા શિક્ષણાધિકારી નૈષધ મકવાણા એ જણાવ્યું હતું કે, પુસ્તકો સાક્ષાત ગુરૂદેવ છે. આ પ્રસંગે ઉપસ્થિત રહેલ તપોવન સંસ્કાર કેન્દ્ર, ઝાડેશ્વરના પ્રમુખ દિનેશ ભાઈ પંડ્યાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.
પુસ્તક મેળાની પૂર્વ સંધ્યાએ મુક્તિનગર સ્થિત ગાયત્રી શક્તિપીઠ વિરાટ પોથી/શોભાયાત્રા નીકળી હતી જેમાં વિશાળ સંખ્યામાં પરિજનો જોડાયા હતા.
અત્રે એ નોંધવું રહ્યું કે આ પુસ્તક મેળામાં પ્રદર્શિત સાહિત્ય બ્રહ્મભોજ મૂલ્યમાં એટલે કે અડધી કોન્મતે પ્રાપ્ત થશે.
વધુમાં જણાવવાનું કે તા ૭ થી ૧૩ જાન્યુઆરી સુધી બપોરે ૧ થી ૫ ડભોઈના પ્રજ્ઞાપુત્રી રશ્મીકાબેન પટેલ શ્રીમદ ભાગવત કથામૃતમનું આ જ સ્થળે રસપાન કરાવશે.