ભરૂચ જીલ્લામાંથી વહેતી નર્મદા નદીનાં સતત તીવ્ર વહેણ તેમજ વારંવાર આવતા પૂર અને ભરતીનાં પાણીનાં પગલે નર્મદા નદીનાં અંકલેશ્વર તરફનાં કિનારાનું દર વર્ષે ધોવાણ થઈ રહ્યું છે. આવું જ ધોવાણ ઝાડેશ્વર તાલુકાનાં ગામો પાસેથી વહેતી નર્મદા નદી કિનારાની જમીનોનું થયું હતું. પરંતુ ત્યાં પ્રોટેકશન વોલનું કામ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર તરફનાં કિનારાની જમીનોનું દર વર્ષે ધોવાણ થઈ રહ્યું છે તે અંગે ખેડૂતોએ ભૂતકાળમાં આવેદનપત્ર પણ પાઠવ્યા હતા. એક તબક્કો એવો પણ આવ્યો હતો જયારે પ્રોટેકશન વોલ બનાવવા મંજૂર કરી દેવામાં આવી હતી અને કામકાજ પણ શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ અગમ્ય કારણોસર કામકાજ બંધ રહેતા આ વર્ષે નર્મદા નદીમાં પૂરનું પાણી આવતા અંકલેશ્વર તરફનાં કિનારાનું ધોવાણ થયું છે ત્યારે આ વિસ્તારમાં પ્રોટેકશન વોલ બાંધવા અંગેની માંગ ઊભી થઈ છે.
Advertisement