ભરૂચનું તંત્ર લોકોને કોરોના મહામારીથી સાવધ રહેવા માટે ઘણી બધી સલાહ સૂચનો આપે છે. ત્યારે સિવિલ હોસ્પિટલ સંકુલ વિસ્તારમાંથી જ પી.પી.ઇ. કીટો મળી આવતા મોટી સંખ્યામાં લોકો કોરોનાથી સંક્રમિત થયા હોય તેવી સંભાવના નકારી શકાતી નથી.
ભરૂચ નગર અને આસપાસનાં વિસ્તારોમાં અગાઉ પણ પાંચ થી છ સ્થાળોએ વાપરેલ અને બેજવાબદારી પૂર્વક ફેંકી દેવાયેલ કીટ મળી આવેલ હતી. જે કીટો કયાંથી આવી, કોણે નાંખી તેની તપાસ કરવામાં તંત્ર નિષ્ફળ નિવડયું છે. ત્યારે સિવિલ હોસ્પિટલ સંકુલમાં વપરાયેલ પી.પી.ઇ. કીટો કચરાપેટીમાંથી મળી આવતા લોકોમાં ભય અને ગભરાટનો માહોલ ફેલાય ગયો છે. તબીબી સૂત્રોનું માનીએ તો પી.પી.ઇ. કીટ કોરોના ફેલાવવામાં વિસ્ફોટક બોંબ સાબિત થઈ શકે છે. તેથી જ સરકારે કોરોના ગાઈડલાઇનમાં પી.પી.ઇ. કીટ નાશ કરવા અંગે ચોકકસ ગાઈડલાઇન આપી છે. પરંતુ આ ગાઈડલાઇનનું અમલ ન થતું હોય તેમ ભરૂચ નગરનાં જુદા જુદા વિસ્તારો અને હવે તો સિવિલ હોસ્પિટલનાં સંકુલમાંથી વપરાયેલ પી.પી.ઇ. કીટો મળી આવી છે. સિવિલ હોસ્પિટલમાં અનેક રોગથી પીડાતા દર્દીઓ તેમજ તેમના સગા-સંબંધીઓ અને અન્ય લોકોની સતત અવરજવર રહેતી હોય છે ત્યારે પી.પી.ઇ. કીટો મળી આવતા આ બાબતને ખૂબ ગંભીર ગણી તંત્ર દ્વારા તપાસ થવી જોઈએ તેવી લોકમાંગ ઊભી થઈ છે.
ભરૂચ સિવિલ હોસ્પિટલ વિસ્તારમાં કચરાપેટીમાંથી પી.પી.ઇ. કીટો મળી આવી.
Advertisement