ભરૂચ નજીક નર્મદા નદી તેની ભયજનક 24 ફૂટની સપાટી વટાવી આશરે 35 ફૂટ કરતાં વધુ સપાટીએ પહોંચી ગઈ હતી. સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવાના પગલે અને ઉપરવાસમાં ભારે વરસાદ થયો હોવાના પગલે પૂરની પરિસ્થિતી ઉદભવી હતી. પરંતુ આ વખતે પહેલીવાર એવું બન્યું કે ચઢેલ પૂરની સપાટી પૂનમ હોવા છતાં ખૂબ ઝડપથી ઉતારી હતી જેના પગલે ભરૂચ જીલ્લાનાં નર્મદા કિનારાની આજુબાજુનાં ગામોનાં રહેવાસીઓએ હાશકારાની લાગણી અનુભવી હતી. ગણતરીનાં કલાકોમાં પૂરની સપાટી ઘટીને 15 ફૂટ સુધી ગોલ્ડન બ્રિજ ખાતે નોંધાય હતી. એમ માનવમાં આવતું હતું કે પૂરની સપાટી ગોલ્ડન બ્રિજ ખાતે ઝડપથી નહીં ઉતરે કેમ કે પૂનમ હોવાના પગલે દરિયો કદાચ ઝડપથી પાણી ગ્રહણ નહીં કરે પરંતુ એક અદભુત ઘટના કહી શકાય તેવી રીતે પૂરની સપાટી ખૂબ ઓછા સમયમાં નીચે ઉતરી હતી. જે અંગે હજીપણ પૂરનાં જાણકાર નિષ્ણાંતો આશ્ચર્ય વ્યકત કરી રહ્યા છે.
Advertisement