ભીલીસ્થાન ટાઈગર સેના દ્વારા ભરૂચ જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી નર્મદા ડેમમાંથી પાણી છોડવાથી કાંઠા વિસ્તારમાં ગરીબ પ્રજા અને ખેડૂતોને થયેલ નુકસાન અંગે તથા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો રાષ્ટ્રીય ધોરીમાર્ગની બિસ્માર હાલત હોવાથી મરામત કરાવવા અંગે માંગ કરવામાં આવી છે. ભીલીસ્થાન ટાઈગર સેના દ્વારા પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવાયું છે કે તાજેતરમાં સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદીમાં પૂરની પરિસ્થિતી સર્જાય હતી જેના પગલે ગરીબ પ્રજા અને ખેડૂતોને ખૂબ નુકસાન થયેલ છે. આ નુકસાનીનાં પગલે ખેડૂતો પર આર્થિક ભારણ આવી ગયું છે. તેઓના ઢોર માટે કચરુ પણ બચ્યું નથી જે અંગે તાત્કાલિક વ્યવસ્થા કરી ખેડૂતોને પૂરની નુકસાની વળતર આપવા તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ જે બિલકુલ બિસ્માર હાલતમાં છે જેને કારણે આમ જનતાને પણ અવરજવર કરવામાં ભારે તકલીફ પડી રહી છે. જેનું તાત્કાલિક ધોરણે સમારકામ થાય તેવી માંગ કરવામાં આવી છે.
ભરૂચ : ભીલીસ્થાન ટાઈગર સેના દ્વારા ભરૂચ જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. જાણો આવેદનપત્રમાં શું કહેવામાં આવ્યું.
Advertisement