Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ડુંગરી વિસ્તારમાં બે દિવસ અગાઉ ટાંકી ધરાશાય થતા પાણીની તંગી સર્જાઈ.

Share

ભરૂચ વોર્ડ નં 8 માં આવેલ સત્કાર, કાલુપીર તકિયા વિસ્તારમાં પાણીની સમસ્યા સર્જાય હતી. ડુંગરી વિસ્તારમાં તાજેતરમાં પાણીની ટાંકી ધરાશાય થતાં વોર્ડ નં 8 નાં સત્કાર, કાલુપીર તકિયા વિસ્તારમાં મહિલાઓ, બાળકોની પાણી વિના દયાજનક પરિસ્થિતી થઈ ગઈ હતી. આ અંગે નગરપાલિકા દ્વારા અપાયેલ વાયદા અને વચનો પોકળ સાબિત થયા હતા. સામાજિક કાર્યકર્તા ધીરેન કટારીયા હર હંમેશનીની જેમ લોકોની સમસ્યાને વાંચા આપી હતી. તેઓ અગાઉ પણ આ વિસ્તારનાં લોકો માટે સમસ્યાની રજૂઆત કરી નિરાકરણ લાવી ચૂકયા છે. ત્યારે તેઓએ તે વિસ્તારમાં ટેન્કર મોકલી લોકોની સમસ્યા દૂર કરી હતી. આમ નગરપાલિકા વહેલી તકે સર્જાયેલ પરિસ્થિમાંથી લોકોને બહાર કાઢે તેવી સ્થાનિકોએ માંગ કરી હતી.

Advertisement

Share

Related posts

ડાંગ-એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવી આહવાના કરાડીઆંબા ગામ પોતાના ઘરે પહોંચી સરિતા ગાયકવાડ….

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાંથી ચોરી કરેલ 14 મોટરસાઇકલ સાથે બે રીઢા ચોરોને ઝડપી પાડતી પેરોલ ફલો સ્કોર્ડ.

ProudOfGujarat

ભરૂચ : મર્હુમ એહમદ પટેલની પ્રથમ પુણ્યતિથિએ પ્રાઉડ ઓફ ગુજરાત પરિવારની અશ્રુભીની શ્રદ્ધાંજલી….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!