ભરૂચ શહેર પશ્ચિમ વિસ્તારમાં આવેલ બંબાખાના નયના ચોક વિસ્તારમાં સ્થાનિક વિસ્તારનાં હાંસોટી ખારવા સમાજ દ્વારા ગણેશ ઉત્સવની ઉજવણી ગણપતિ બાપ્પાને છપ્પન ભોગ ધરાવી કરવામાં આવી હતી.આ સાથે આ વિસ્તારનાં અભ્યાસ કરતા સ્ટુડન્ટોને વાંચન સાથે જોડી રાખવા જ્ઞાન વર્ધક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.
રામાયણ તથા મહાભારતને લગતા પ્રશ્નોની એક બુક નયના ચોક યુવક મંડળ થકી પ્રકાશિત કરવામાં આવી હતી. જેને આધારિત પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્ન તૈયાર કરી પરીક્ષા લેવાનો કાર્યક્રમ કરવામાં આવેલ હતો જેમાં કુલ 24 સ્ટુડન્ટએ ભાગ લીધો હતો. સમાજનાં નવ યુવાનોને પ્રોત્સાહન મળી રહે એવા હેતુથી કાર્યક્રમ કરતા હોવાનું આ વિસ્તારના યુવા કાર્યકર્તા અને યુવક મંડળનાં પ્રમુખ યોગેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું.વિભાગ એકમાં 8, 9, અને 10 માં અભ્યાસ કરતા સ્ટુડન્ટમાં પચાસમાંથી પચાસ ગુણ મેળવનાર હર્ષ હસમુખ મિસ્ત્રીનો પ્રથમ ક્રમાંક, બીજા ક્રમાંકમાં 50 માંથી 47 ગુણ મેળવનાર મોહિતભાઈ તેમજ ત્રીજા ક્રમે 50 માંથી 45 ગુણ મેળવનાર તનિષા ધર્મેશને ઇનામ આપવામાં આવ્યું હતું. વિભાગ 2 માં 5, 6, અને 7 માં અભ્યાસ કરનાર સ્ટુડન્ટ 50 માંથી 46 ગુણ મેળવનાર વિધિ દિપકને પ્રથમ તેમજ બીજા ક્રમે રિયા યોગેશ અને ત્રીજા નંબર માટે દેય સુરેશને ઇનામ આપવામાં આવ્યું હતું.
ભરૂચ : બંબાખાના નયના ચોક વિસ્તારમાં સ્થાનિક વિસ્તારનાં હાંસોટી ખારવા સમાજ દ્વારા ગણેશ ઉત્સવની ઉજવણી ગણપતિ બાપ્પાને છપ્પન ભોગ ધરાવી બાળકોની જ્ઞાન વર્ધક પરીક્ષા લઈ કરવામાં આવી હતી.
Advertisement