ભરૂચ નજીક ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની સપાટીમાં ક્રમશ: ઘટાડો થઇ રહ્યો છે જેના પગલે તંત્ર અને ખેડૂતોમાં હાશકારાની લાગણી જણાય રહી છે. પરંતુ પૂર ઓસર્યા બાદ હવે ભરૂચ નગરપાલિકાની ખરી કસોટી શરૂ થઈ ગઈ છે. આમ પણ સ્વ્ચ્છતા સર્વેક્ષણમાં ભરૂચનો નંબર પાછળ ધકેલાયો છે જે સાબિત કરે છે કે સ્વ્ચ્છતા અંગે નગરપાલિકા તંત્ર ઉદાસીન છે. હવે જયારે ફુરજા, કતોપોર દરવાજા, ચાર રસ્તા, ધોળીકુઇ, દાંડિયાબજાર વગેરે વિસ્તાર તેમજ ભૃગુઋષિ મંદિર અને શનિદેવ મંદિર પાસેથી નદીનાં પૂરનાં પાણી ઓસર્યા બાદ કાદવ કીચડની ગંદકી ફેલાય ગઈ છે જે સ્વાસ્થ્ય માટે જોખમરૂપ છે તેમજ રોગચાળો ફેલાવાની સંભાવના છે ત્યારે નગરપાલિકા દ્વારા ગંદકી દૂર કરી દવાનો છંટકાવ થાય તેવી લોકમાંગ ઊભી થઈ છે.
Advertisement