Proud of Gujarat
FeaturedGujaratINDIA

સાઉથ આફ્રિકામાં વસતા ભરૂચ જિલ્લાના પરિવાર-મિત્રમંડળ દ્રારા કોવિડ હોસ્પિટલો માટે ૧૬.૨૧ લાખના ખર્ચે આધુનિક મશીનો દાન કરાયા

Share

ભરૂચ જિલ્લામાં કુદરતી કે કૃત્રિમ આફત તાણે હંમેશા માદરેવતન પ્રત્યેનું ઋણ ચૂકવવા કોઈપણ મદદ માટે અડીખમ ઊભા રહેતા એન.આર.આઈ બંધુઓ ખરેખર જિલ્લાની પ્રજા માટે આશીર્વાદ સમાન છે હાલ જ્યારે કોરોના મહામારી થી ભરૂચ જિલ્લો ઝઝૂમી રહ્યો છે ત્યારે ભરૂચ જિલ્લાની કોવિડ હોસ્પિટલોમાં રૂપિયા ૧૬.૨૧લાખના ખર્ચે અત્યાધુનિક સાધનો વસાવી દઈ સાઉથ આફ્રિકાના એન.આર.આઈ પરિવાર-મિત્ર મંડળે માનવતાની મશાલ પ્રગટાવી હતી. સાઉથ આફ્રિકા ના વેન્ડા ખાતે પરિવાર સાથે વસવાટ કરતાં મૂળ ભરૂચના હાજી અબ્દુલ ભાઈ તથા તેમનું મિત્રમંડળ માનવસેવાના કોઈપણ કાર્યમાં હંમેશા તત્પરતા દર્શાવે છે હાલ ભરૂચ જિલ્લામાં કોરોના મહામારી એ લોકોને ભરડામાં લેતા કફોડી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું હતું આવા કપરા સમયે વર્લ્ડ ભરુચની વ્હોરા ફેડરેશન તેમજ ખિદમતે ખલ્ક ચેરીટેબલ ટ્રસ્ટ સહિત અનેકવિધ સામાજિક સંસ્થાઓ લોકોની રાહત કામગીરીમાં લાગી ગઈ હતી કોવિડ હોસ્પિટલ ની તાતી જરૂરિયાત હોય પટેલ વૅલ્ફેર હોસ્પિટલ ભરૂચ તેમજ જંબુસરની અલ મહેમુદ જનરલ હોસ્પિટલ અને વલણ હોસ્પિટલ દ્વારા સૂચિત કોરોના હોસ્પિટલો ચાલુ કરવામાં આવી હતી આવા કપરા સમયે હાજી અબ્દુલ્લા ભાઈએ યુનુસભાઇ અમદાવાદી હાજી રસીદ બક્ષ મો. અબ્દુલ કરીમ મૌલાના ઉમરસાબ કોલવણા વાલા ઇફ્તેખારભાઈ સૈયદ તેમજ યાસીન દાદાભાઇ દ્વારા કોવિડ હોસ્પિટલો ને મદદરૂપ થવાના આશયથી જંબુસર મહેમુદ જનરલ હોસ્પિટલ ખાતે ડાયાલિસીસ મશીન પટેલ વેલ્ફેરહોસ્પિટલ ભરૂચ ખાતે સીટી સ્કેન મશીન માટે વલણ જનરલ હોસ્પિટલ ખાતે બે મલ્ટિપેરા મોનિટર તેમજ કોવિડના ઇન્જેક્શન ઉપરાંત ઇખર કોવિડ કેર સેન્ટર સહિત કુલ જિલ્લામાં ૧૫૦૦પીપીઇ કિટનુ વિતરણ કરાયું હતું જેનો કુલ ખર્ચ ૧૬.૨૧ હાજી અબ્દુલભાઈ તેમજ તેમના પરિવાર-મિત્ર મંડળ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લામાં કોરોના મહામારી વચ્ચે lockdown હોય કે દર્દીઓને સારવાર ની બાબત હોય ભરૂચ જિલ્લાની સામાજિક સંસ્થાઓ શૈક્ષણિક સંસ્થાઓ તેમજ વિદેશમાં રહેતા એન.આર.આઇ બંધુઓનું યોગદાન સવિશેષ રહેવા પામ્યું છે ખરેખર સરકાર અને તંત્ર દ્વારા કરવાની કામગીરી આ સંસ્થાઓએ માથે ઉપાડી લીધી હતી તેમ WBVF ના અગ્રણી યુનુસ અમદાવાદી તથા ખિદમતે ખલ્કના પ્રમુખ યાસીન દાદાભાઈ એ જણાવ્યું હતું.

Advertisement

Share

Related posts

ભરૂચ : જન શિક્ષણ સંસ્થાન અને નહેરૂ યુવા કેન્દ્રનાં સંયુકત ઉપક્રમે શહિદદિનની કરાઈ ઉજવણી.

ProudOfGujarat

તિલકવાડા તાલુકા સાવલી- ગંભીરપુરા રોડ ઉપર ટ્રકના વ્હીલ સાથે મોટર સાઇકલ અથડાતા અકસ્માતમાં મોટર સાઇકલ ચાલકનું મોત.

ProudOfGujarat

રાજપારડી વિસ્તારની ક્વોરીઓ માંથી ખનીજ વહન કરતી ટ્રકો ભુસ્તર વિભાગે ઝડપી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!