ગણેશ સુગરનાં ચેરમેન અને કોંગ્રેસ અગ્રણી શ્રી સંદીપ માંગરોલા દ્વારા તાજેતરની પરિસ્થિતીનાં અનુસંધાને ગુજરાત સરકાર સ્પેશિયલ પેકેજ જાહેર કરે તેવી માંગ કરી છે. સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવતા કેવડીયાથી ભાડભુત, દહેજ સુધી નર્મદા નદીમાં પુરની સ્થિતિ ઉદભવી છે. કિનારાના ખેડૂતોના પાકોને ખૂબ મોટું નુકસાન થયું છે. ખેડૂતોએ ખૂબ મહેનત કરી ખેતી કરી હતી પરંતુ રેલ આવતા ખેતીને નુકસાન થયું છે. કેળ, શેરડી તેમજ શાકભાજી સહિતના વધુ ઉત્પાદન ખર્ચવાળા પાકોમાં છેલ્લા બે દિવસથી પાણી ભરાય જતા પાક નિષ્ફળ ગયો છે.
ત્યારે ગુજરાત સરકાર આ નુકસાન અંગે તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરે તેવી માંગણી સંદીપ માંગરોલાએ કરી છે. ભરૂચ શહેર અને તાલુકાના નિચાણવાળા ગામોમાં રેલના પાણી ભરાતા રહીશોને પણ હાલની કોરોના જેવી મહામારી ન ફેલાય તે માટે સાફ સફાઈનું ધ્યાન રાખવામા આવે તેવી પણ માંગણી કરી છે.
ભરૂચ : ગણેશ સુગરનાં ચેરમેન અને કોંગ્રેસ અગ્રણી શ્રી સંદીપ માંગરોલાએ રેલથી થયેલ નુકસાન અંગે ગુજરાત સરકાર સ્પેશિયલ પેકેજ જાહેર કરે તેવી માંગણી કરેલ છે.
Advertisement