સરદાર સરોવર નર્મદા ડેમમાંથી ઉપરવાસ એટલે કે મધ્યપ્રદેશ અને અન્ય વિસ્તારોનાં વરસાદી પાણીની આવક ડેમમાં થતાં ડેમ ઓવરફલો થવાની સંભાવના હતી. અત્યાર સુધી 11 લાખ 26 હજાર કયુસેક કરતાં વધુ પાણી છોડવામાં આવી ચૂકયું છે. હજીપણ પાણી છોડવામાં આવે તેવી સંભાવના રહેલી છે. ત્યારે સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવા અગાઉ ડેમ ઓથોરિટીએ ભરૂચ વહીવટીતંત્રને આ અંગે જાણ કરી સાવચેતીનાં પગલાં લેવા જણાવ્યુ હતું. ભરૂચ જીલ્લા વહીવટીતંત્ર દ્વારા જીલ્લામાં 30 ગામો સહિત ભરૂચનાં વિવિધ વિસ્તારોમાં સાવચેતીનાં પગલા લેવામાં આવ્યા હતા. અત્યારસુધી ચાર હજાર કરતાં વધુ માનવીઓનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. હજી લોકો આશ્રય સ્થાનોમાં છે. ભરૂચ જીલ્લામાં છ આશ્રય સ્થાન અને અન્ય વિસ્તારમાં પણ વિવિધ આશ્રય સ્થાન ઊભા કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. પ્રભાવિત 30 ગામની સીમમાં આવેલ ખેતરોમાં કેટલું નુકસાન થયું તેનું સર્વે પૂરાનાં પાણી ઉતર્યા બાદ કરવામાં આવશે.
ભરૂચ : સરદાર સરોવર ડેમમાંથી અત્યાર સુધી 11 લાખ કરતાં વધુ કયુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું.
Advertisement