ભરૂચ જીલ્લા કલેકટર ડૉ.એમ.ડી.મોડીયાએ પત્રકાર પરિષદ યોજી નદીમાં આવેલ પૂર અંગેની માહિતી આપી હતી અને જણાવ્યુ હતું કે પૂર અસરગ્રસ્ત ગામોની ખેતીમાં થયેલ નુકસાનનું સર્વે કરવામાં આવશે. ભરૂચ, અંકલેશ્વર, ઝઘડિયા એમ ત્રણ તાલુકાનાં 30 ગામોને પૂરની અસર થઈ છે. ડૉ.એમ.ડી.મોડીયા એ જણાવ્યુ કે બંધમાંથી 10 લાખ કયુસેક પાણી છોડવામાં આવેલ છે. ત્યારે ઉપસ્થિત પરિસ્થિતીમાં તંત્ર તમામ ક્ષેત્રે સુસજ્જ છે સાથે NDRF ની 2 ટીમ જીલ્લામાં તેનાત કરવામાં આવી છે. સ્થળાંતર થયેલ વ્યક્તિઓની માહિતી આપતા જણાવ્યુ હતું કે 4977 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આગળ પણ જેમ જેમ પરિસ્થિતી સર્જાતી જશે તેમ તેમ પગલાં ભરવામાં આવશે. અત્રે નોંધવું રહ્યું કે ભરૂચ જીલ્લામાં સતત વરસાદની સાથે પૂરની પરિસ્થિતી સર્જાય હતી તેવા સમયે લોકો નદી કિનારે જઇ પૂરનાં પાણી ટોળે વળી જોતાં હતા તે અંગે પણ ભરૂચ જીલ્લા કલેકટરે ટકોર કરી લોકોને પૂરનાં સમયે નદી કિનારે ન જવા માટે ચેતવણી સહ વિનંતી કરી હતી.
ભરૂચ જીલ્લા કલેકટરએ પત્રકાર પરિષદ યોજી નર્મદા નદીનાં પૂર અંગેની માહિતી આપી.
Advertisement