ભરૂચના વાલ્મિકી વાસ વિસ્તારને અશાંત ધારા હેઠળ આવરી લેવા અંગે વાલ્મીકી સમાજના આગેવાનો અને પરિવારજનોએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.
ભરૂચના વાલ્મિકિ વાસમાં આર્થિક અને નબળા વર્ગના લોકોના રહેઠાણો આવેલા છે જે મિલકતો આજુબાજુના વિસ્તારમાંથી લઘુમતિ કોમના લોકો ખરીદી અથવા પચાવી પાડી રહ્યા હોવાનો આક્ષેપ પરિવાર જનો દ્વારા કરવામાં આવ્યો છે.
રાજ્યના મુખ્યમંત્રીને સંબોધેલ આવેદનપત્ર પાઠવી વાલ્મીકી સમાજ નાં લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે આના પરિણામો વાલ્મીકી સમાજની માં-બહેન દીકરીઓની સલામતી દિન પ્રતિદિન જોખમમાં મુકાઈ રહી હોય અશાંતિના બનાવો પણ બનતા રહે છે.
આવા અસામાજિક તત્વો સામ, દંડ, ભેદની નીતી અખત્યાર કરી સમાજમાં ફૂટ પડાવી એક પછી એક મિલકતનો કબજે કરવાનું ષડયંત્ર કરી રહ્યા છે. જેથી આ વિસ્તારમાં સ્થાવર મિલકતની લે વેચ પર ધર્મ આધારિત પ્રતિબંધ રાખવામાં આવે અને વેચાણ દસ્તાવેજ કરતા પહેલા જીલ્લા કલેકટરણી પરવાનગી અનિવાર્ય બનાવી અશાંત વિસ્તાર જાહેર કરવા મળેલી રજુઆર કરવામાં આવી હતી.