Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ પટેલ વેલ્ફેર હોસ્પિટલ ખાતે રોટરી કલબ ભરૂચનાં સંયુકત ઉપક્રમે રકતદાન શિબિર યોજાઇ.

Share

કોરોનાનાં યુગમાં રકતની તાતી જરૂરિયાત હોવાથી વિવિધ સંસ્થાઓ દ્વારા રકતદાન શિબિર યોજાઇ રહી છે. ત્યારે પટેલ વેલ્ફેર હોસ્પિટલ ખાતે રોટરી કલબનાં સંયુકત ઉપક્રમે ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પનું ઉદ્ધાટન અને રકતદાનની શરૂઆત ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ પરિમલસિંહ રણાએ કરી હતી. આ ઉપરાંત શહેર કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ શ્રી તેજપ્રીતસિંહ શોખી, આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઉસ્માન ભાઈ મીડી તથા વેલ્ફેર હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ ડો.સુકેતુ દવે દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં રકતદાતાઓએ રકતદાન કર્યું હતું. વેલ્ફેર હોસ્પિટલના પ્રમુખ શ્રી સલીમભાઈ ફાંસીવાલાએ સૌને પ્રોત્સાહન આપ્યું હતું.

Advertisement

Share

Related posts

ભરૂચના ગણેશ ટાઉનશિપમાં કોબ્રા સાપ નીકળતા રેસ્ક્યુ કરાયું

ProudOfGujarat

વેલેન્ટાઇન ડે નિમિત્તે જ્યોર્જિયા એન્ડ્રિયા એ ગ્લેમ મેકઅપ લુક્સ અપનાવ્યો

ProudOfGujarat

ગોધરા ખાતે પ્રદેશ અધ્યક્ષ એલ.ડી.સૂથારની અધ્યક્ષતામાં લોકજનશક્તિ પાર્ટીની મિટિંગ યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!