ભરૂચ નગરનાં પશ્ચિમ વિસ્તારમાં આવેલ ડુંગરીની પાણીની ટાંકીની હાલત ખૂબ જર્જરિત થઈ ગઈ હતી તેથી લગભગ આજથી 8 મહિના અગાઉ વિરોધ પક્ષનાં નેતા સમસાદ અલી સૈયદ તેમજ નગરપાલિકા સભ્ય ઇબ્રાહિમ કલકલ તેમજ અન્ય સભ્યોએ ડુંગરીની આ ટાંકી ઉતારી લેવા અંગે રજૂઆત કરી હતી. તેમજ આ ટાંકી ઓવરફલો થતાં આ અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં વિરોધપક્ષની રજૂઆતને નગરપાલિકા પ્રમુખ સુરભિબેન તમાકુવાલા અને મુખ્ય અધિકારી સંજય સોનીએ આ ફરિયાદ ધ્યાને લીધી ન હતી જેના પગલે મોડી રાત્રિનાં સમયે પાણીની ટાંકી ધડાકાભેર તૂટતા આજુબાજુનાં લોકો ગભરાઈ ગયા હતા.
શરૂઆતમાં લોકોમાં ધરતીકંપ થયાની આશંકા ફેલાય હતી. પરંતુ બહાર જઈને જોયું તો પાણીની ટાંકી તૂટી ગઈ હતી. રાત્રિના સમયે આ બનાવ બનતા મોટી ડુંગરી ત્રણ કૂવા પાસે આવેલ ટાંકી પાસે કોઈ ન હોવાના પગલે કોઈ જાનહાનિ થઈ ન હતી. પરંતુ મળતી માહિતી મુજબ એક ભેંસ અને એક ધોડાનું મૃત્યુ થયું હતું.
ભરૂચ નગરપાલિકા વિરોધ પક્ષની રજૂઆત છતાં ભરૂચ ડુંગરી વિસ્તારની પાણીની ટાંકી ન ઉતારતા આખરે આ ટાંકી ધરાશાયી થઈ.
Advertisement