ઉપરવાસમાં ભારે વરસાદનાં પગલે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 10 લાખ કયુસેક પાણી છોડવાનો લક્ષ્યાંક છે જે પૈકી મોટા ભાગનું પાણી છોડાય ચૂકયું છે. પરંતુ હવે આ લક્ષ્યાંક 12 લાખ કયુસેકનો કરવામાં આવે તેવી સંભાવના છે ત્યારે ભરૂચ નજીક આવેલ ગોલ્ડન બ્રિજની સપાટી ક્રમશ: વધી રહી છે. જેમ કે સવારે 6 વાગ્યે 32.47 ફૂટ, 8 વાગ્યે 32.41 ફૂટ, 10 વાગ્યે 32.60 ફૂટ, 12 વાગ્યે 32.86, 1 વાગ્યે 33 ફૂટ નોંધાય હતી.
Advertisement