ભરૂચ ની કે.જે પોલીટેકનીક કોલેજ માં નવા સત્ર ના પ્રારંભ સાથે સમય માં બદલાવ કરી સવાર ના ૧૦:૩૦ કલાક થી સાંજ ના ૫:૩૦ કલાક નો કરવામાં આવતા અપડાઉન કરતાં વિદ્યાર્થીઓ માટે મુશ્કેલી સર્જાતા આ મુદ્દે એ.બી.વી.પી એ આગળ આવી વિદ્યાર્થીઓ એ હડતાળ પાડી આવેદનપત્ર પાઠવ્યું હતું.કોલેજ ના આચાર્ય આ અંગે હમણાં જ આ પ્રશ્ન હોવાનું કહ્યું હતું.
કે.જે.પોલીટેકનીક કોલેજ માં નવા સત્ર થી ત્રણ ડીપાર્ટમેન્ટ કોમ્પ્યુટર, સિવિલ અને ઈલેકટ્રીકલ માં બે પાળી માં સવાર થી સાંજ નો સમય કરી દેવામાં આવતા અપડાઉન કરતાં વિદ્યાર્થીઓ ને આવવા જવા માટે ની ટ્રેન ના અભાવ થી મુશ્કેલી સર્જાતા ઘણો સમય બગડી રહ્યો હોવાથી આ મુદ્દે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કોલેજ માં હડતાલ નું એલાન આપી આ મુદ્દે કોલેજ ના આચાર્ય ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
આ મુદ્દે કોલેજ ના આચાર્ય રીન્કુ શુક્લા એ આ અંગે પહેલા વિદ્યાર્થીઓ ને જણાવ્યું હતું અને થોડા જ વિદ્યાર્થીઓ ની સંખ્યા ઘટી જતા ત્રણ ના બદલે એક ડીવીઝન ઓછું કરી બે ડીવીઝન કરવામાં આવતા સમય બદલ્યો હોવાનું જણાવ્યું હતું.
કોલેજ ના સંચાલકો દ્વારા અભ્યાસ માટે વિદ્યાર્થીઓ ને સુવિધા મળે તેવી વ્યવસ્થા ઉભી કરાઈ તે જરૂરી છે.
કોલેજ ના સંચાલકો દ્વારા અભ્યાસ માટે વિદ્યાર્થીઓ ને સુવિધા મળે તેવી વ્યવસ્થા ઉભી કરાઈ તે જરૂરી છે.
હારૂન પટેલ