ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર નર્મદા નદીના પૂરની કાર્યવાહીમાં વ્યસ્ત છે ત્યારે બીજી બાજુ ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે હવામાન ખાતાનાં સૂત્રોના જણાવ્યા અનુસાર જિલ્લામાં સવારે છ વાગ્યે પૂરા થતાં ૨૪ કલાક દરમિયાન 176 મી એટલે કે સાત ઇંચ વરસાદ ખાબકયો છે તાલુકાવાર પરિસ્થિતિ જોતાં આમોદ તાલુકામાં 17મી, અંકલેશ્વરમાં ૪૭ મિમી ,ભરૂચમાં 16મીમી,હાંસોટ-19મીમી,જંબુસરમાં-૮મીમી ,નેત્રંગ-૨૯મીમી, વાગરામાં-૪ ર્મીમી,વાલીયા-૧૪મીમી,ઝઘડિયા-22 મિ.મી વરસાદ વરસ્યો હતો. હજી પણ આવનાર ૨૪ કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
Advertisement