સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં પગલે નર્મદા નદીમાં પૂરની સ્થિતિ સર્જાય છે સૂત્રોના જણાવ્યા અનુસાર તારીખ ૩૦-૦૮-૨૦૨૦ ના રોજ નર્મદા નદીએ ગોલ્ડન બ્રિજ નીચે તેની સપાટી ૨૨ ફૂટ વટાવી હતી જ્યારે આજે સવારના આઠ વાગ્યા પહેલા ભયજનક સપાટી 24 ફૂટ વટાવી હતી ડેમમાંથી દસ લાખ ક્યુસેક થી વધુ પાણી છોડવામાં આવે તેવી સંભાવના છે નર્મદા નદીના નીરમાં પાણીની આવક આવતા આજે 12:00 કલાકે નર્મદા નદીની ગોલ્ડન બ્રિજ નીચે ૨૬.૨૪ ફુટ ભયજનક સપાટી વટાવી હતી મળતી માહિતી મુજબ સરદાર સરોવર ડેમમાંથી ૧૨ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવે તેવી શક્યતા વર્તાઈ રહી છે આ શક્યતા સાચી પુરવાર થાય તો નર્મદા નદી ૩૦ ફૂટની સપાટી ગોલ્ડન બ્રિજ ખાતે વતાવે તેવી સંભાવના છે નર્મદા કિનારે બંને કાંઠે ના ૩૮ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે જેમ સપાટી વધતી જશે તેમ તેમ વધુમાં વધુ ગામોને એલર્ટ કરવામાં આવશે ભરૂચ નગરની વાત કરીએ તો હાલમાં એક વાગ્યા સુધીમાં પરિસ્થિતિ મુજબ બપોરે એક વાગ્યે નદી કિનારે ચાંપતો પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે નર્મદા નદીમાં પૂર ની આગાહી મુજબ પાણી વધે તો 28 ફુટ થતા નગરમાં પાણી પસે તેવી શક્યતા વર્તાઈ રહી છે ગોલ્ડન બ્રિજ ઝુપડપટ્ટી ,કસમ ઝૂંપડપટ્ટી અને અન્ય નગરના અસરગ્રસ્તો માટે નગરપાલિકા દ્વારા ૬ રાહત કેમ્પ ઉભા કરવામાં આવ્યા છે હાલ બપોર સુધીમાં 2013 લોકોનુ સ્થળાંતર કરવામાં આવ્યું છે અને એનડીઆરએફની ટીમ ને તૈયાર કરવામાં આવી છે.ભરૂચ જિલ્લા કલેકટર ડો એમ ડી મોર્યાના જણાવ્યા અનુસાર તંત્ર કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર છે
નર્મદા નદીના પૂર આવતા જ ભરૂચ જિલ્લાના જનજીવનને ભારે અસર
Advertisement