ઉપરવાસમાં ભારે વરસાદ થવાથી છલકાયેલ સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 8 લાખ કયુસેક પાણી તબક્કાવાર છોડવામાં આવશે જેથી ભરૂચ નજીક આવેલ ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની સપાટી 30 ફૂટ સુધી પહોંચે તેવી સંભાવના છે. જેથી નર્મદા નદી તેની ગોલ્ડન બ્રિજ ખાતેની 24 ફૂટની ભયજનક સપાટી વટાવે તેવી સંભાવના છે. આ પરિસ્થિતીમાં ભરૂચ, અંકલેશ્વર અને ઝઘડિયા તાલુકાનાં 38 ગામોને સાવચેત કરાયા છે. તે સાથે ભરૂચનાં ધોળીકુઇ, દાંડિયા બજાર, લાલબજાર, ફુરજા વગેરે નીચાણવાળા વિસ્તારોમાં નદીનાં પુરનાં પાણી ભરાય તેવી શકયતા રહેલી છે. ગોલ્ડન બ્રિજ અને કસક ઝુંપડપટ્ટીનો પણ તેમાં સમાવેશ થાય છે. જોકે કોઈ પણ પરિસ્થિતીને પહોંચી વળવા તંત્ર સક્ષમ હોવાનું જીલ્લા કલેકટર એમ.ડી.મોડીયાએ જણાવ્યુ હતું. તે સાથે એક આયોજનરૂપે નગરપાલિકાએ કસક મિશ્રશાળા, ગુરુદ્વારા, દાંડિયાબજાર મિશ્રશાળા, લાલબજાર સ્કૂલ, આર.એસ.દલાલ સ્કૂલ, વેજલપુર વાણિયાપાંચની વાડી અને મકતમપુર ગ્રામ પંચાયતમાં રાહત ઊભી કરેલ છે.
સરદાર સરોવર નર્મદા ડેમમાંથી તબક્કાવાર 8 લાખ કયુસેક પાણી છોડાશે જેથી નર્મદા નદીની સપાટી વધશે.
Advertisement