Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : નીલકંઠ નગર ઝુંપડપટ્ટી તરફ જવાના રસ્તા પર મોટરકારમાંથી જંગી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો.

Share

ભરૂચ નગરનાં નીલકંઠ નગર ઝુંપડપટ્ટી તરફ જવાના રસ્તા પરથી રાત્રિનાં 3 વાગ્યાનાં સુમારે એક ટાટા ઇન્ડિગો મોટરકારમાંથી જંગી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. આ અંગેની વિગત જોતાં પોલીસ સૂત્રોનાં જણાવ્યા અનુસાર મળેલ બાતમીનાં આધારે ભરૂચ સિટી પોલીસનાં પી.આઇ. ભરવાડ અને સ્ટાફે રેડ કરી હતી. જેમાં બાતમી મુજબની ટાટા ઇન્ડિગો કાર દેખાતા તેને રોકી તપાસ કરતાં કારમાંથી 178 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. વિદેશી દારૂ, મોટરકાર અને મોબાઈલ મળી કુલ 1,87,800 ની મત્તા પોલીસે જપ્ત કરી હતી. આ અંગે આરોપી કિરણ સુકા વસાવા રહે. નીલકંઠ ઝુંપડપટ્ટી ભરૂચની અટક કરવામાં આવી છે. જયારે ગામડિયાવાડ ભરૂચ વિસ્તારમાં રહેતા રવિ સુકા વસાવાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

Advertisement

Share

Related posts

લીંબડી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતો ને લગતા પ્રશ્નો ને લઈ આવેદન પત્ર આપવામાં આવ્યુ

ProudOfGujarat

ભરૂચ બાયપાસ ચોકડી વિસ્તારના અચ્છે દિન😍આંદોલનો બાદ તંત્ર દ્વારા રસ્તા ની કામગીરી શરૂ કરવામાં આવી..

ProudOfGujarat

ગોધરામાં વિવિધ ટ્રેડ યુનિયન દ્વારા બે દિવસની હડતાળ ની શહેરમાં અસર : રેલીયોજી કલેકટર ને આવેદનપત્ર પાઠવ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!