Proud of Gujarat
FeaturedGujaratINDIA

સરદાર સરોવર ડેમમાંથી 3 લાખ કયુસેક પાણી છોડાતા નર્મદા નદીની સપાટીમાં સતત વધારો.

Share

ભરૂચ જીલ્લામાંથી વહેતી નર્મદા નદીમાં સરદાર સરોવર ડેમમાંથી તબક્કાવાર 3 લાખ કયુસેક પાણી છોડવામાં આવ્યું છે. આ પાણી છોડતા પહેલા તંત્ર દ્વારા નદી કિનારાનાં વિવિધ ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ભરૂચ નગરનાં નીચાણવાળા વિસ્તારને પણ એલર્ટ કરવામાં આવ્યા હતા. ગતરોજ તા.28-8-2020 નાં સાંજના સમયથી તબક્કાવાર પાણી છોડવાની શરૂઆત કરતાં 3 લાખ કયુસેક પાણી છોડવામાં આવ્યું હતું. હજી પણ વધુ પાણી છોડવામાં આવે તેવી સંભાવના છે. હાલ બપોરે 12 વાગ્યાનાં સુમારે સરદાર સરોવર ડેમની સપાટી 131.25 હોવાનું હવામાન ખાતાનાં સૂત્રોએ જણાવ્યુ હતું. ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. સવારે 8 કલાકે નદીની સપાટી 8.25 ફૂટ, 10 કલાકે 9 ફૂટ અને 12 કલાકે 10 ફૂટની સપાટી નોંધાય હતી.

Advertisement

Share

Related posts

કૃષિક્ષેત્રે ડિજિટલ સેવાઓનો વ્યાપ વધારવા ખેડા જિલ્લામાં 244 ખેડૂતોને રૂ.13.80 લાખની સહાય.

ProudOfGujarat

અંકલેશ્વર પાનોલી ને. હા. 48 પરથી ગેરકાયદેસરનો 40 હજાર લીટરની મત્તાનો બાયોડીઝલનો જથ્થો ઝડપાયો.

ProudOfGujarat

વિશ્વ વિકલાંગ દિવસ : ગોકુલધામ નાર અને વડતાલ સ્વામિનારાયણ સંસ્થાન દ્વારા બે સૌથી મોટા વર્લ્ડ રેકોર્ડ સર્જાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!