ગુજરાત ગૌણ પસંદગી મંડળનાં તાજેતરમાં એક એફિડેવિટ કરવામાં આવેલ છે. આ એફિડેવિટથી પોલીસતંત્રમાં ખૂબ મોટો અપસેટ સર્જાય તેવી સંભાવના છે. આ એફિડેવિટ એવો ભૂકંપ છે જેથી 52 પીએસઆઇ ની નોકરી જાય તેવી સ્થિતિ સર્જાશે. જે અંગેની વિગત જોતાં વર્ષ 2016 માં સરકારે પીએસઆઇ ની 403 પદો માટે ભરતી માટેની જાહેરાત કરી હતી. જેમાં 314 જનરલ, એસ.સી 32 અને એસ.ટી કેટેગરીમાં 57 ઉમેદવારોની ભરતી હતી. પરંતુ સરકારનાં મેરીટ અનુસાર 376 ઉમેદવારો પાસ થયા હતા. જેનું વિશ્લેષણ કરતાં જનરલના 314, એસ.સી ના 32 અને એસ.ટી ના 30 ઉમેદવારો સરકારના મેરીટ અનુસાર પાસ થયા હતા. ત્યારે બીજી તરફ 70 જેટલા ઉમેદવારોએ હાઇકોર્ટમાં પરીક્ષામાં ભ્રષ્ટચાર થયાંનો આરોપ લગાવી સ્પેશિયલ લિવ પિટિશન દાખલ કરી આ અંગે હાઇકોર્ટનાં આદેશ મુજબ સરકારે ફરી પરિણામોનું રિચેક કરવા ફરી કટ ઓફ માર્ક્સમાં પણ ફેરફાર કર્યા હતા. તેથી હવે પસંદગી મંડળનાં નવા એફિડેવિટ પ્રમાણે 376 માંથી 52 ઉમેદવારો નાપાસ છે. ત્યારે મહત્વની બાબત એ છે આ 52 ઉમેદવારો અત્યારે પીએસઆઇ તરીકે છેલ્લા 3 વર્ષથી પોસ્ટિંગ લઈ ફરજ બજાવે છે. જ્યારે ફરિયાદ કરનારા 70 પૈકી 8 ઉમેદવારોને પાસ થયા છે.આવી પરિસ્થિતીમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની કામગીરી સામે સવાલ ઊભા થયા છે. હાલ બોર્ડના એફિડેવિટ ઉપર હાઇકોર્ટનો આદેશ આવ્યો નથી તે પેન્ડિંગ છે. આ એફિડેવિટ પોલીસ વિભાગની અને ગૃહ વિભાગની ઊંઘ ઉડાવી દીધી છે.
ભરૂચ : એક એવી એફિડેવિટ કે જેનાથી સમગ્ર પોલીસ બેડામાં સનસનાટી ફેલાય ગઈ જાણો આ એફિડેવિટ વિષે વધુ.
Advertisement