ભરૂચ ના જે બી મોદી પાર્ક નજીક આવેલ સાબુગઢ ઝુંપડપટ્ટી ખાતે દબાણ હટાવવા ગયેલ પાલિકા ટિમ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું……
Video Player
Media error: Format(s) not supported or source(s) not found
Download File: http://www.proudofgujarat.com/wp-content/uploads/2018/05/VID-20180531-WA0000.mp4?_=1..
Advertisement
આજ રોજ બપોર ના સમયે ભરૂચ નગર પાલિકા ની ટિમ દ્વારા શહેર બા જે બી મોદી પાર્ક નજીક આવેલ સાબુ ગઢ ઝુંપડપટ્ટી વિસ્તાર માં આવેલ રાજીવ આવાસ યોજના ના મકાનો નજીક ના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી……..
જે સી બી દ્વારા દબાણો દૂર કરવા પહોંચેલા પાલિકા ના કર્મીઓ અને સ્થાનિકો વચ્ચે થોડા સમય માટે ઘર્ષણ જેવી સ્થીતી નું નિર્માણ થયું હતું..સ્થાનિકોએ આક્ષેપો કર્યા હતા કે તેઓને ફાળવવામાં આવેલ મકાનો માં સુવિધાઓનો અભાવ છે.અને મોટી માત્ર માં રકમ ભરવા માટે જણાવવા માં આવતું હોવાના કારણે તેઓ પાસે આટલી રકમ ન હોય તે બાબત ને લઇ ઝુંપડપટ્ટીના લોકો માં અસમંજસ ની સ્થતિ સર્જાઈ છે….
પોલીસ કાફલા સાથે જે સી બી મશીન લઇ પહોંચેલી પાલિકા ની ટિમ સાથે સ્થાનિકો એ થોડા સમય માટે હોબાળા મચાવ્યો હતો બાદ માં સ્થતિ શાંત પડી હતી….અને પાલિકા દ્વારા દબાણો ને દુર કરવાની કામગીરી હાથધરવા માં આવી હતી……….