સુરત અને ભરૂચ જીલ્લામાં આવેલ સેના અને કીમ નદી પર કોસ્ટલ રેગ્યુલેશન ઝોન અને ક્રીટીકલી વલનરેબલ કોસ્ટલ વિસ્તાર કે જેને CRZ જાહેરનામા 2011 અંતર્ગત સંરક્ષણ પ્રાપ્ત થયેલ છે. તે અંગે લાંબા સમયથી આ વિસ્તારમાં ગેરકાયદેસર ઝીંગાનાં તળાવો તેમજ મીઠા આગરોના પાળા બનાવી દેવામાં આવેલ છે. જેનાં કારણે 2019-2020 માં સુરત જીલ્લાનાં ઓલપાડ તાલુકાનાં ઘણા ગામો અને ભરૂચ જીલ્લાનાં હાંસોટ તાલુકાનાં ગામોમાં પાણી ભરાયા હતા. લોકોને તેમજ ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડયો હતો. આ માનવસર્જિત પૂર જેવી પરિસ્થિતી સર્જાય હતી. હાલમાં પણ ગેરકાયદેસર રીતે ઊભા કરાયેલા તળાવો, પાળાઓ દૂર કરવા તેમજ CVCA વિસ્તારમાં તળાવો અને બાંધકામો દૂર કરવા માટે પર્યાવરણ એકશન પ્લાન બનાવવા, નવા તળાવો બનાવવા પર પ્રતિબંધ મૂકવા તેમજ માછીમારોને માછીમારી જગ્યાના નુકસાન માટે વળતર આપવા ફલડપ્લેન વિસ્તાર ખુલ્લો કેવા કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
સુરત અને ભરૂચ જીલ્લામાં આવેલ સેના અને કીમ નદી પર CRZ અને CVC એ ગેરકાયદેસર રીતે ઝીંગા તળાવો બનાવ્યા હોવાથી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં પર્યાવરણવાદી એમ.એસ.એચ. શેખ અને યોગેન્દ્ર પટેલ દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો.
Advertisement