ભરૂચનાં રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલ ડૉ.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા JEE અને NEET ની પરીક્ષા મોકૂફ રાખવાની માંગ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.
કોંગ્રેસનાં આગેવાનો અને કાર્યકરો દ્વારા પાટિયા અને બેનરો સાથે સડક પર ઉતરી આવ્યા હતા. સૌના હાથમાં કેન્દ્ર સરકારનાં વિરોધમાં સૂત્રોનાં પાટિયા જણાતા હતા. આ સાથે પ્રચંડ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. JEE અને NEET પરીક્ષા અંગે સરકાર દ્વારા લેવાયેલ નિર્ણયનો ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધ પ્રદર્શન અંગે ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ પરિમલસિંહ રણાએ જણાવ્યુ હતું કે કોરોના મહામારીનાં યુગમાં આવી પરીક્ષાઓ યોજવી એ બાળકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા સમાન છે.
વાસ્તવમાં આવી પરીક્ષા ઓનલાઈન યોજવી જોઈએ. પરંતુ આજના બાળકો એ આવતીકાલનાં નાગરિકો છે તેમની પર સરકારને વિશ્વાસ નથી, બાળકો ચોરી કરશે તેવા ભયને કેન્દ્રમાં રાખી બાળકોનાં આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે જે કોંગ્રેસ સાંખી નહીં લેય. આ અંગે પ્રચંડ સૂત્રોચ્ચાર અને દેખાવો કરવામાં ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ પરિમલસિંહ રણા, નગર પ્રમુખ વિકી શોખી, દિનેશભાઇ અડવાણી, હેમેન્દ્ર કોઠીવાલા, સુલેમાન પટેલ, જુબેર પટેલ, જયોતિબેન તડવી, યુસુફ બાનુ, સંદીપ માંગરોલા, મહેશ પરમાર, અરવિંદ દોરાવાલા, યોગી પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જે પૈકી 15 વ્યક્તિઓની ભરૂચ સિટી પોલીસે અટક કરી હતી.
ભરૂચ જીલ્લા કોંગ્રેસ દ્વારા JEE અને NEET ની પરીક્ષા મોકૂફ રાખવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન યોજાયું.
Advertisement