કોરોના મહામારીનાં પગલે ઊભી થયેલ પરિસ્થિતીનાં અનુસંધાને સપ્ટેમ્બર 2020 માં લેવાનાર પરીક્ષાની વ્યવસ્થા અને સંચાલન બાબતે ગુજરાત યુનિવર્સિટીએ ગાઈડલાઇન જાહેર કરેલ છે. સૌ પ્રથમ વિવિધ સમિતિઓની ભલામણો અનર કાઉન્સીલિંગનાં આધારે તા.4-6-2020 નાં રોજ યોજાયેલ સભામાં ઠરાવ કરવામાં આવ્યો હતો. જેમાં જે વિદ્યાર્થીઓએ ઓનલાઈન પરીક્ષામાં પસંદગી આપે છે તે વિદ્યાર્થીઓ પણ ઓફલાઇન પરીક્ષા આપી શકશે. ત્યારબાદ ઓનલાઈન પરીક્ષા આપવાની રહેશે નહીં. ઓફલાઇન પરીક્ષા અંગે તા. 3 થી 10 સપ્ટેમ્બર અને 12 થી 19 સપ્ટેમ્બર 2020 એમ બે તબકકામાં પરીક્ષા યોજાશે. જોનો કાર્યક્રમ હવે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે, તેમજ એક કલાક પહેલા કેન્દ્ર પર પહોંચવાનું રહેશે જયાં સ્કીનિંગ કરાશે. આ ઉપરાંત બેઠક વ્યવસ્થામાં પણ એક વિદ્યાર્થી માટે એક બેન્ચ ફાળવવાની રહેશે. માસ્ક વગર વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં આવશે નહીં. કેમ્પસમાં ટોળાં નાં કરવા અંગે પણ સૂચના આપવામાં આવી છે આ સાથે પરીક્ષાનાં દરેક પાસાઓ અંગે ગાઈડલાઇન અપાય છે જે મુજબ પરીક્ષા આપાશે.
કોરોના પરિસ્થિતીમાં કેવી રીતે પરીક્ષાનું આયોજન કરવું તેની ગાઈડલાઇન આપતી ગુજરાત યુનિવર્સિટી.
Advertisement