Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

ભરૂચ જિલ્લાના આમોદમાં એક જ દિવસમાં બે વ્યક્તિઓના નાણાંની ATM મશીન માંથી ઉઠાંતરી…

Share

ઇરફાન પટેલ આમોદ

આમોદ તાલુકાના રોધ ગામના રહેવાસી મહેશભાઈ નવીનભાઈ પટેલ જેઓ આમોદમાં આવેલ ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો.ઓપરેટિવ બેંકમાં પોતાનું ખાતું ધરાવે છે.જેઓ શનિવારના રોજ નાણાંની જરૂર પડતા આમોદમાં આવેલ ડિસ્ટ્રિક્ટ બેન્કના ATM મશીન ઉપર પહોંચ્યા હતા ત્યાં મશીનમાં કેશ ન હોવાને કારણે તેઓ નવજીવન શોપિંગ સેન્ટરમાં આવેલ એક્સિસ બેન્કના ATM ઉપર પહોંચ્યા જ્યાં તેમણે 10:07 વાગ્યાના સમયે પોતાના ATM કાર્ડ દ્વારા 500 રૂપિયા ઉપાડ્યા હતા પછી તેઓ ઘરે પરત ફર્યા હતા.ત્યારબાદ તેમના ફોન ઉપર 11:31 વાગ્યાના સમયે નાણાં ઊપડ્યાનો મેસેજ આવ્યો તેમણે ચેક કરતા જાણવા મળ્યું કે તેમના એકાઉન્ટ માંથી રૂપિયા 1,49,000 ઊપડ્યા છે તો તેમણે ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેન્કનો સંપર્ક કરતા જાણવા મળ્યું કે કરજણ નવાબજારમાં આવેલ એક્સિસ બેન્કના ATM માંથી કોઈએ ઊપડ્યા છે તો તેમણે આમોદ પોલીસ મથકે લેખિતમાં અરજી આપી આ બાબતની જાણ કરી હતી.મહેશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે મારા ATM કાર્ડની લિમિટ 25,000 ની છે તો એક જ દિવસમાં 16 ટ્રાન્જેકસન થઈ રૂપિયા 1,49,000 ઊપડ્યા કઇ રીતે આ પ્રશ્ન મેનેજરને પૂછતાં મેનેજરે ગલ્લા-તલ્લા કર્યા હતા.

Advertisement

તે જ દિવસે આમોદ નગરપાલિકામાં સમાજ સંગઠક તરીકે ફરજ બજાવતા અંકિતાબેન નવીનચન્દ્ર પંડ્યા જેઓ આમોદમાં આવેલ SBI બેંકમાં પોતાનુ ખાતું ધરાવે છે.જેઓ એ જ નવજીવન શોપિંગ સેન્ટરમાં આવેલ એક્સિસ બેન્કના ATMમાં નાણાં ઉપાડવા ગયા હતા.તેમણે 9:58 વાગ્યાના સમયે પોતાના ATM દ્વારા રૂપિયા 2000 ઊપડ્યા હતા ત્યારબાદ તેમના પર બપોરે 3:51 વગ્યાના સમયે ફોન ઉપર મેસેજ દ્વારા રૂપિયા 40,000 ઊપડ્યાની જાણ થઈ તો તેમણે આ અંગે તપાસ કરી તો જાણવા મળ્યું કે બોરસદમાં આવેલ UCO BANK નાં ATM દ્વારા ઊપડ્યા છે તેમણે મેનેજર ને પૂછતાં મેનેજરે ગલ્લા-તલ્લા કર્યા હતા.આ બાબતની જાણ અંકિતાબેને આમોદ પોલીસ મથકે કરી હતી.તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેમના ATM કાર્ડની લિમિટ 25000 ની છે તો એક જ દિવસમાં એટલું ટ્રાન્જેકસન થયું કઈ રીતે ???

એક જ દિવસમાં બે-બે વ્યક્તિના ATM કાર્ડ વગર અન્ય બેન્કના ATM દ્વારા નાણાં ઉપડવાની આ ઘટનાએ આમોદ તાલુકામાં ફફડાટ ફેલાવી મુક્યો છે.આ ભેજાબાજ વ્યક્તિ ATM માંથી કઈ રીતે નાણાંની ચોરી કરે છે અને તે કોણ છે તેને પોલીસ ક્યારે ઝડપી પાડી કાર્યવાહી કરશે તે હવે જોવું રહ્યું.


Share

Related posts

કમોસમી વરસાદે ખેડૂતોને મુકયા મુંઝવણમાં, સતત વરસાદી માહોલને લઇ ઠેર-ઠેર પડી રહી છે હાલાકી..!! જાણો વધુ.

ProudOfGujarat

ઝાડેશ્વર ની મહિલા ને દુષ્પ્રેરણા ના ગુના માટે પ્રેરિત કરનારા સામે રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ દ્વારા કલેક્ટર ભરૂચ પાસે 30 દિવસમાં રિપોર્ટ માંગવામાં આવ્યો.

ProudOfGujarat

સપ્તધારા થી સ્વાસ્થ્ય અંતર્ગત અમદાવાદ જિલ્લાના કર્મચારીઓએ બાયસેગ સેટકોમ માધ્યમથી સંવાદ કર્યો.અમદાવાદ જિલ્લાના આરોગ્ય વિભાગના કર્મચારીઓએ જ્ઞાનધારા આધારીત કાર્યક્રમમાં પોતાના વિચારો રજુ કર્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!