દિનેશભાઇ અડવાણી
પ્રાપ્ત માહિતી અનુસાર નેત્રંગ તાલુકાના કબીર ગામના પટેલ ફળિયામાં રહેતા નરેશભાઈ રાઘવભાઈ બલર ગતરોજ બપોરના સમયે પોતાના ખેતરે સોયાબીનના પાકમાં દવા છાંટી રહ્યા હતા તે સમયે ખેતરના શેઢા પર ભૂલેશ્વર ગામનો અમરસિંગ ચુનિયાભાઈ વસાવા પશુ ચરાવતો હતો તે દરમિયાન ખેડૂત નરેશભાઈ બલરે તેને ખેતરમાં દવા છાંટવામાં આવતું હોવાથી પશુને નુકશાન થશે તેમ કહેતા પશુ પાલક અમરસિંગ વસાવા સહીત અન્ય ૧૦ થી વધુ લોકોના ટોળા સાથે ખેડૂતની ઓરડી ખાતે ધસી આવી ખેડૂત નરેશભાઈ બલર અને તેઓની પત્ની મમતાબેન બલર અને મોટાભાઈ બાબુભાઈ બલર પર મારક હથિયારો વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઇ ગયા હતા.ઈજાઓને પગલે ઈજાગ્રસ્ત ખેડૂત પરિવારને પ્રથમ નેત્રંગ આરોગ્ય કેન્દ્ર જ્યાંથી વધુ સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા બનાવ અંગે વાલિયા પોલીસે મારમારી અંગેનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.