સામાન્ય રીતે પોલીસ નામ પડતા જ લોકોને એક જ ખ્યાલ આવે કે કોઈકને પકડવા આવ્યા કે કોઈ ક તપાસમાં આવ્યા,પરંતુ પોલીસ વિભાગમાં મોટા ભાગે એવા પણ પોલીસ કર્મીઓ છે જેઓ પોતાના વતન અથવા શહેરમાં પોતાના વ્યવસાય સાથે સાથે માનવસેવામાં પણ જોડાયેલા છે. ભરૂચ જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા નેત્રંગ તાલુકાના સામારપાડા (બિલોઠા) ના વતની અને હાલમાં ભરૂચ તાલુકા પોલીસ મથકે ફરજ બજવતા હેડ કોન્સ્ટેબલ નવનીત ભાઈ જસવંત ભાઈ થોડા દિવસ અગાઉ પોતાના ગામે ગયા હતા, જ્યાં તેઓએ તેઓના મિત્ર સાથે મળી ગામના 40 જેટલા વિદ્યાર્થીઓને 2 ગાઈડોનું વિતરણ કરી અનોખી માનવસેવા કરી હતી. હર હંમેશ માનવસેવામાં તત્પર રહેતા નવનીતભાઈ પોતાના ગામના તેમજ આસપાસના ગામોના વિદ્યાર્થીઓ ભણતર ક્ષેત્રમાં સરળતા પૂર્વક આગળ વધે અને ગામ તેમજ તાલુકા અને જિલ્લાનું નામ રોશન કરે તેવા ઉદ્દેશથી બાળકોને ગાઈડોનું વિતરણ કર્યું હતું.
ભરૂચ : પોતાના ગામનાં વિદ્યાર્થીઓ ભણતરમાં આગળ આવે તે માટે પોલીસ કર્મીની અનોખી સેવા, વિદ્યાર્થીઓને કર્યું ગાઈડોનું વિતરણ…!!!
Advertisement