નેશનલ મેડિકલ કાઉન્સિલનાં અમલીકરણ ના સામે સમગ્ર તબીબી આલમ મા ભારે રોષ જોવા મળી રહ્યો છે. અને દેશવ્યાપી તબીબોની એક દિવસ ની હડતાલમાં ભરૂચ શહેર જીલ્લા ના ડોકટોરો પણ જોડાયા હતા.
ઇન્ડિયન મેડિકલ એસોશિએશન ભરૂચ દ્વારા હડતાલ પાડીને તબીબી સેવા થી અળગા રહી ઓપીડી સેવા સાજ સુધી બંધ રાખી હતી.. જોકે દિવસ દરમિયાન દર્દીઓ ને કોઈ હાલાકીનો સામનો કરવો ન પડે માટે ઇમરજન્સી સારવાર ચાલુ રાખવામાં આવી હતી.
Advertisement
ઇન્ડિયન મેડિકલ એસોશિએશન દ્વારા રોટરી હોલ ખાતે આ મુદ્દે ચર્ચા વિચારણા કરવામા આવી હતી. આ બાદ ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલને પણ આવેદન પત્ર પાઠવ્યુ હતુ. અને તેઓની માંગણીને યોગ્ય ન્યાય મળે તે માટે સરકાર મા રજુવાત કરવા કહયુ હતું..