કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે ભરૂચ તાલુકાનાં નબીપુર ગામે દર્દીઓની અભૂતપૂર્વ સેવા કરવા બદલ ડોક્ટર મકસુદ વલી મેઘજીનાઓનું નબીપુર ગ્રામ પંચાયત દ્વારા સન્માન કરી સરાહનીય કામગીરી કરાઈ હતી. કોરોના મહામારી દરમિયાન જ્યારે ધુરંધર તબીબોએ ક્લિનિકો બંધ કરી દઇ ઘર ભેગા થઈ ગયા હતા ત્યારે ભરૂચ તાલુકાના નબીપુર ગામે ડોક્ટર મકસુદ મેઘજી દ્વારા સતત દિવસ-રાત જોયા વિના નાતજાતના ભેદભાવ વગર દર્દીઓની અજોડ સેવા કરી હતી. જેથી આજરોજ નબીપુર ગ્રામ પંચાયત દ્વારા પંચાયત કાર્યાલય ખાતે ડોક્ટર મકસુદ મેઘજીનો સન્માન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે નબીપુર ગ્રામ પંચાયતના સરપંચ વિદ્યાબેન વસાવા ડેપ્યુટી સરપંચ વલીભાઈ બોડાબટ પંચાયતના સભ્યો ફજલભાઈ ઘાસવાલા તેમજ ઇનાયત ભાઈ હાફેજી, ભરતભાઈ તથા તલાટી કમ મંત્રી જીજ્ઞાબેન અને સુરેશભાઈ સોરઠીયા ઉપરાંત દિનેશભાઈ વસાવા, ઇદરીસ કાઉજી, શબ્બીરભાઈ લાલા સલીમભાઈ કડુજી સહીત અગ્રણી ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ડોક્ટર મકસૂદ મેઘજીને આ પ્રસંગે પ્રમાણપત્ર આપી શાલ ઓઢાળી પુષ્પગુચ્છ દ્વારા તેઓનું સન્માન કરાયું હતું.
ભરૂચ : નબીપુર ગ્રામ પંચાયત દ્વારા કોરોના મહામારી વચ્ચે અભુતપૂર્વ સેવા કરનાર તબીબનું સન્માન કરાયું.
Advertisement